તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરથાણ ગામે યુવક સીમંતમાં રોકાયો અને પાછળથી ઈસમોએ બાઇક ચોરી ફરાર થયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત ખાતે રહેતો યુવક પોતાના વતન એરથાણ ખાતે સીમંત વિધીમાં ગયો હતો અને રાત્રી રોકાણ બાદ સુરત ઘરે આવવા માટે નીકળ્યો ત્યારે પાર્ક કરેલ મોટરસાયકલ નહિ દેખાતા યુવકે પોતાનું મોટર સાયકલ ચોરી થયા હોવાનું લાગતા યુવકે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરત ખાતે રહેતા શ્રીકાંત પરમાર (૩૯) (રહે. સાયણ રોડ, સુરત)તારીખ 15-2-2019 ના રોજ પલસાણા તાલુકા એરથાણ ગામે શ્રીમંતવિધીમં આવ્યો હતો.16-2-2019ના રોજ બજારમાં કામ પતાવી રાત્રી રોકાણ કર્યું હતું અને પોતાનું મોટરસાયકલ એરથાણના હરિજન ફળિયામાં ઘર આંગણે પાર્ક કર્યું હતું. ત્યારબાદ તારીખ 17-2-2019ના રોજ સીમંત પ્રસંગ પૂર્ણ થતાં તેઓ પરિવાર સાથે સાંજના 7.૦૦ વાગ્યાના સુમારે સુરત પરત ફરવા નીકળ્યા ત્યારે તેઓ પોતાનું પાર્ક કરેલ મોટરસાયકલ નંબર (GJ5FK-4410) નહિ દેખાતા તેઓએ આજુબાજુ પૂછપરછ કરતા ક્યાંય મોટરસાયકલ નહિ મળતાં અંતે પોતાનું મો.સા. ચોરી થઈ હોવાનો અંદાજ આવતાં તેઓએ નજીકના પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો