તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવા ક્રાંતિ યાત્રા સોનગઢ પહોંચી, સરકાર પર ચાબખા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલની કેન્દ્રની મોદીજીની સરકાર દેશના ખેડૂતો,યુવાનો અને મધ્યમવર્ગની ચિંતા કરવાના બદલે માત્ર ઉધોગપતિઓની માટે કામ કરતી સરકાર બનીને રહી ગઈ છે. કેન્દ્ર સરકારે ઉધોગપતિઓ સાથે મળીને રાફેલ જેવા ગોટાળા કર્યા છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નમામિ ગંગે નામની યોજના સાવ નિષ્ફળ સાબિત થઇ છે. બનારસમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોઈ કામો થયા નથી ઉલટું એમના કારણે બનારસની દુર્દશા થઇ છે. આ શબ્દો સોનગઢ ખાતે યુવક કોંગ્રેસ દ્વારા આયોજીત યુવા ક્રાંતિ યાત્રા લઈને આવેલા યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કેશવ યાદવે કહ્યા હતા.

તેમણે આગળ જણાવ્યું કે રાફેલની ફાઈલ મંગાવવાના કારણે સીબીઆઈના ચીફને રાતોરાત હટાવી દેવામાં આવ્યા હતા અને એ પ્રમાણે સરકારે રાફેલ સોદાની વાત દબાવવામાં સફળ થઇ છે. મોદીજીના રાજમાં આજે દર વર્ષે અંદાજિત 3.50 લાખ કિશાનો આત્મહત્યા કરી રહ્યા છે વિધાર્થોઓ પણ આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે મોદીજી ઉધોગપતિઓ સાથે વિદેશ પ્રવાસે ફરી રહ્યા છે. એમણે કેન્દ્રની સરકાર જુમલેબાજીનીની સરકાર હોવાનું જણાવી ઉમેર્યું કે દેશમાં 2 કરોડ રોજગારી આપવાનું વચન આપવામાં આવ્યું હતું એ ક્યાં ગયું એ કોઈ જાણતું નથી.આ યાત્રામાં ઉપસ્થિત રહેલા માજી સાંસદ ડો.તૃષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે યુવકોને રોજગારી આપવાનો મુદ્દો સહુથી મોટો મુદ્દો છે. એમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે સુરતમાં સફાઈ કામદારો માટે બહાર પડેલ જાહેરાતમાં કુલ 1200 લોકોને લેવાના હતા ત્યારે એની સામે કુલ 82,000 લોકોએ અરજી કરી હતી અને તેમાં 55,000 તો ગ્રેજ્યુએટ યુવકો હતા.આ ચિત્ર બેરોજગારીનું ગુજરાતમાં જોવા મળે છે. એમણે લોકરક્ષકની ભરતી બાબતે જણાવ્યું કે અમૂક લોકોને એના પેપર અગાઉથી મળી ગયા હતા. આ કારણે આદિવાસી સમાજના શિક્ષિત બેરાજગાર લોકોને નોકરીથી વંચિત રાખવાનું બીજેપી સરકાર દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. આ યાત્રામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીનિવાસ ભાઈ,યુવક સંઘ પ્રભારી સીતારામ લાંબા,સ્થાનિક ધારાસભ્ય અનુક્રમે આનંદભાઈ ચૌધરી,પુનાભાઈ ગામીત,સુનિલભાઈ ગામીત તથા તાપી સમિતિના પ્રમુખ ભીલાભાઇ ગામીત સહીત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

યુવા ક્રાંતિ યાત્રામાં ઉપસ્થિત રહેલ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ

અન્ય સમાચારો પણ છે...