તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમરગામમાં બાળાને ઉપાડી જઇ યુવકે બળાત્કાર ગુજાર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉમરગામ પાલિકા હદના એક વિસ્તારમાં નાના ભાઇ સાથે રમી રહેલી 6 વર્ષની માસૂમ બાળાને આ વિસ્તારમાં જ રહેતા એક બિહારી યુવકે મોં દબાવી ઉઠાવી જઇ પાછળની રૂમમાં લઇ જઇ દુષ્કર્મ આચરી ભાગી જવાની ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.

ઉમરગામના દેવધામમાં રહેતા યુપીવાસી પરિવારની એક છ વર્ષની બાળા તેના આઠ વર્ષના ભાઇ સાથે બાજુમાં રહેતી તેની નાનીના ઘરે સવારે રમવા માટે ગઈ હતી તે વખતે નાનીના ઘરની સીડી પાસે એક ટોપીવાળો યુવાન આ છ વર્ષની બાળાનું મોં દબાવી પાછળના ભાગે આવેલ એક ચાલીની રૂમમાં લઈ જઈ જબરજસ્તી કરી છ વર્ષની બાળા ઉપર બળાત્કાર ગુજારી નાસી ગયો હતો. ભોગ બનેલી આ છ વર્ષની બાળા રડતી રડતી તેણીના ઘરે પહોંચતા અનેે કપડા ઉપર પડેલા લોહીના ડાઘ જોતા તેની માતાએ શું થયું એમ પૂછતા આ બાળાએ કહ્યું કે ટોપીવાળા છોકરાએ તેણી સાથે જબરજસ્તી કરી હોવાનું જણાવતા અને રૂમ વાળી જગ્યાએ લઈ જતા ત્યાંથી બાળકીની લોહીવાળી ચડ્ડી અને પાકીટ પણ રૂમમાં પડેલું મળી આવ્યું હતું. જે પાકીટમાંથી એક ફોટો અનેે આધારકાર્ડ પણ મળતા ભોગ બનનાર બાળકીએ આ ટોપીવાળો યુવાન તોહમતદાર સરોજકુમાર લાલુસાવ ગુપ્તા હાલ રહે ઉમરગામ દેવધામ રામ મદન ચૌહાણની ચાલીમાં મૂળ રહે બિહારનાએ તેણી સાથે જબરજસ્તી કરી હોવાનું જણાવતા આ બનાવની ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

યુવકના રૂમમાંથી લોહીવાળા આંતર વસ્ત્રો મળ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો