તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્રની બર્થ ડે ઉજવણીમાં યુવકની હત્યામાં 4 ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાપીના હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવકો તેમના મિત્ર યોગેશ રાજપૂતની બર્થ ડે હોવાથી સોમવારે રાત્રીએ ઉજવણી કરવા માટે દમણના કચીગામ સ્થિત કેપિટલ વાઇન શોપ નજીક દારૂ પીવા માટે આવ્યા હતા. દારૂ પીવા દરમિયાન અન્ય એક ગ્રુપ સાથે 40 વર્ષીય સીબી રાજન મેથ્યુ નામક ઇસમ સાથે ઝધડો થયો હતો. આ ઝઘડામાં સીબી રાજને મારથી બચવા માટે ત્યાંથી ભાગ્યો હતો જોકે, આરોપીએ સીબી રાજનને ગોવા બેંક નજીક પકડી લઇને તેના માથાના ભાગે બિયરની કાચની બોટલ મારી દેતા ગંભીર ઇજાના કારણે મોત થયું હતું. દમણના ડીઆઇજીપી ઋષિપાલ, એસપી વિક્રમજીત સિંગે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને શોધવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. કોસ્ટલ પોલીસે આખરે શનિવારે વાપીના યુવકની હત્યાના ચાર આરોપી દિપક ભગુભાઇ હળપતિ રહે. ડુંગરી ફળિયા, કચીગામ -નાની દમણ, વિમલ મહેશભાઇ હળપતિ રહે. બાવરી ફળિયા, થાના પારડી મોટી દમણ, બિપિન ઉર્ફે ચીકુ કાન્તીભાઇ પટેલ રહે. છેડા ફળિયા, પટલારા મોટી દમણ અને ભીલાડ કરમબેલીના કાકડફળિયામાં રહેતા રવિ મહેશભાઇ હળપતિની ધરપકડ કરી છે. પોલીસે હત્યાના ચારેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને 16 જાન્યુઆરી સુધીના રિમાન્ડ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો