ભીલાડ સ્ટેશને ટ્રેન અડફેટે યુવકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| વાપી નજીકના ભીલાડ સ્ટેશને શનિવારે મળસ્કે અપ લાઇન ટ્રેક ઉપર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા અંદાજે 45 વર્ષના યુવાનનું ગંભીર ઇજાથી મોત થયું છે. મજબૂત બાંધો અને રંગે ઘઉં વર્ણીય એવા મૃતક યુવાને શરીરે રાખોડી કલરનો આખી બાયનો શર્ટ તથા આછા સફેદ કલરનો પેન્ટ પહેરેલો હતો જેની ઓળખ હજુ સુધી થઇ શકી નથી. વાપી રેલવે પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇ વધુ તપાસ હાથ ધરી છે. મૃતક રાત્રીએ ટ્રેક ક્રોસ કરવા જતા ટ્રેનની ટક્કર લાગી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.