તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપલા ચોકડી રોડ પર વાહનની ટક્કરે યુવાનનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર રાજપીપલા ચોકડી હાઇવે રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે 25 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાન બિહારનો હોવાનું અને જીઆઇડીસી નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે નોકરી પર જતી વેળા ઘટના બની હોવાની વિગતો સપાટી આવી હતી.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપલા ચોકડી પર સવારે આઠ વાગ્યાના અડસમાંમાં અંકલેશ્વર થી ભરૂચ તરફ જતા ટ્રેક પર હાઇવેએ અડીને અજાણ્યા વાહન ચાલક 25 થી 30 વર્ષીય યુવાનને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો શરીરે ગંભીર ઇજાને લઇ ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે સ્થાનિક રહીશ કમરલી અસામદી દ્વારા શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતક યુવાનના મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં અજાણ્યા યુવાન કોણ છે. તેની ઓળખ છતી કરવા માટે આજુબાજુ વિસ્તારમાં તપાસ આરંભી હતી. દરમિયાન મૃતક યુવાન 33 વર્ષીય છોટે સુખદેવ હોવાનું મૂળ દરભંગાનો હોવાનું અને તે નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે અકસમાત સર્જાયો હતો. પોલીસે પ્રાથમિક અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો