તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારડી ગામે ટ્રેક્ટરે બાઇકને અડફેટમાં લેતા યુવકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના પારડી ગામે રહેતો યુવાન દૂધ ડેરીમાં દૂધ ભરવા જતો હતો તે દરમિયાન ટ્રેક્ટર ચાલક પૂરઝડપે આવી બાઈક ચાલકને અડફેટમાં લઈ લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

માંડવી તાલુકાના પારડી ગામે નાનખડ ફળિયામાં રહેતો યુવાન પંકજ નટવરભાઈ ચૌધરી (28) સાંજના સાતેક વાગ્યે પોતાની મોટરસાઈકલ નં (GJ-5EL-5981) લઈને દૂધ ડેરીએ દૂધ ભરવા જતો હતો. ત્યારે પારડી ગામની સીમમાં નાનખડી ફળિયા જતાં રસ્તાના ટેકરા પર રોડ પર પહોંચતાં સામેથી આવતું ટ્રેક્ટર (GJ-05AA-4175)ના ચાલક દલસિંગભાઈ ચૌધરી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાઈકલ ચાલક પંકજભાઈને અડફેટમાં લઈ લીધા હતા.જોરદાર ટક્કરને કારણે રોડ પર ફંગોળાઈ ગયા હતાં. જેમને માથાના ભાગ સહિત ગંભીર ઈજા પહોંચવાને કારણે તેમનું ઘટના સ્થલે મોત નીપજ્યું હતું. માંડવી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...