ઉલ્ટન ફળિયાથી યુવકની લાશ મળી આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેલવાસના ઉલ્ટન ફળિયાથી પસાર થતા રીંગરોડની નજીક મોડીરાતે બે વાગ્યાના સુમારે ત્યાથી પસાર થતા એક વ્યક્તિએ જોયુ તો એક યુવક પડેલો હતો. જેની ચકાસણી કરતા એના શ્વાસ પણ ચાલતો ન હતો. જેથી એણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.પોલીસની ટીમ સ્થળ પર પહોંચી યુવકની ચકાસણી કરીતો એ મૃત અવસ્થામાં જોવા મળ્યો હતો. આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી પણ કોઈ વાલી વારસ મળી આવેલા નહી જેથી એની લાશનો કબ્જો લઇ વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં કોલ્ડસ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ યુવક અંદાજીત 45 વર્ષની ઉંમરનો છે. આ યુવકની કોઈને કોઈ પણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...