તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેજમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેજ ખાતે નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા દહેજ માઈગ્રન્ટ્સ કોલોનીમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંસ્થા દ્વારા માઈગ્રન્ટ કોલોનીમાં સ્વામી વિવેકાનંદની છબી મૂકવામાં આવી હતી જેની સાથે સંસ્થાના કર્મચારી અને માઈગ્રન્ટસ્ લોકોએ સેલ્ફી તેમજ ફોટો પડાવ્યા હતા.સ્વામીજીના દરિદ્ર નારાયણ સૂત્ર પર ચર્ચા કરવામાં આવી હતી.હાજર લોકોને એચઆઇવી/ એઇડ્સ અને ટીબી લક્ષી પણ જાણકારી આપવામાં આવી હતી.આ ઉપરાંત સંસ્થાના કાઉન્સિલર જિજ્ઞેશ ભીમરાજ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન કવન લક્ષી જાણકારી આપી હતી. આ ઉપરાંત સંસ્થાના આઉટ રિચ વર્કર રણજીતસિંહ ગોહિલ, ધર્મેન્દ્ર પંડ્યા અને યશ કટારીયા દ્વારા માઈગ્રન્ટ લોકોનું રક્ત પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇર્ષાદ પટેલ, અજિત ગોહિલ તથા લક્ષ્મી કઠેરિયા પ્રોજેક્ટ મેનેજર પ્રીતિ રાણા અને ડૉ. શાહરૂખ મન્સૂરી હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો