તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલાસણામાં દિશા સૂચક બોર્ડના અભાવે યુવાનનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જલાલપોર તાલુકામાં મરોલી વિસ્તારમાં કોલસણા રેલવે ફાટક પાસે અંદર ગ્રાઉન્ડ નાળું બનાવવાનું કામકાજ ચાલુ છે આ નાળા પાસે રેલ્વે તંત્રે દિશા સુચક બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી મરોલીના યુવાનને આ નાળાનો અંદાજ ન હોવાથી બાઇક સાથે નાળામાં ઉતરી જવાથી એને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયુ હતું

મરોલીમાં સિદ્ધિ વિનાયક સોસાયટીમાં ભાડેના મકાનમાં એમના પરિવાર સાથે રહેતો રાજુભાઈ નગીનભાઈ નાયકા ( ઉ.વ ૩૬ ) નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો ધુળેટીના તહેવારના દિને કામ માટે નજીકમાં આવેલ તવડીગામ ગયો હતો રાત્રે 9 વાગ્યે ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન રેલવે તંત્રે દ્વારા અંદર ગ્રાઉન્ડ નાળુ બનાવવામાં આવી રહ્યું છે આ નાળા પાસે તંત્રએ સૂચન બોર્ડ લગાવવામાં આવ્યા ન હોવાથી આ નાળાનો અંદાજ રાજુભાઇને ન રહેતા પોતાની બાઇક સાથે નાળામાં પડતા એમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ઘટનાસ્થળે હાજર લોકોએ રાજુભાઈને મરોલી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો ફરજપરના ડોકટરે ગંભીર ઇજાને લઇ નવસારી સિવિલમાં લાઇ જવાનું જણાવતા નવસારી લઈ જવાયો હતો ત્યા સારવાર દરમિયાન રાત્રે 1 વાગ્યે રાજુભાઈનું કરુણ મોત થયું હતું મરોલી પોલીસ ને જાણ થતાં કિસનભાઈએ મૃતદેહનું પી.એમ કરાવી ને આગળની તપાસ મરોલી પોલીસે કરી રહ્યા છે

તંત્રની બેદરકારીથી બાઇક નાળામાં ખાબકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો