તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરેલીની શાળામાં ભણતા તરૂણ- તરૂણી લગ્નના ઇરાદે ભાગી છૂટ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વરેલી ખાતે ખાનગી સ્કૂલમાં નવમાં ધોરણમાં ભણતા બે વિદ્યાર્થી સગીર સગીરા ઘરેથી લગ્નના ઇરાદે ભાગી છૂટ્યા હતા. ઘટનાના દિવસે સગીરાના પિતાના મોબાઈલ પર દસ હજાર ઉપડવાનો મેસજ જતા પિતાએ ઘરે ચેક કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પિતાએ શંકાના આધારે સગીર વિરુદ્ધ કડોદરા પોલીસ મથકના ફરિયાદ કરી હતી.

ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેતી મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ ખાનગી સ્કૂલમાં નવમા ધોરણમાં ભણતા અને વરેલી ગામે રહેતા સગીર વિદ્યાર્થી અને સગીર વિદ્યાર્થીની ગત 8 માર્ચના રોજ ઘરેથી ભાગી છૂટ્યા હતા. ઘટનાના દિવસે સગીરાના પિતાના મોબાઈલ પર 10 હજાર રૂપિયા ડેબિટ થવાના મેસેજ આવતા પિતાએ સગીરના માતાને એટીએમ કાર્ડ બાબતે પૂછતાં તેમણે મોટી દીકરીને સાચવવા માટે આપ્યો હોવાનું જણાવ્યું હતું.

જે બાદ પિતાએ રાત્રીના સમયે નોકરી પરથી ઘરે આવી મોટી દીકરી અંગે પૂછતાં તે બપોરે કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી ગઇ હોવાનું જણાવ્યું હતું. જેથી શંકાના આધારે સગીરના પિતાએ વરેલી ગામમાં જ રહેતા અને તેની દીકરી સાથે જ ભણતા અને સગીરના ઘરે તપાસ કરતા તે પણ પોતાના ઘરે મળી આવ્યો ન હતો.

અગાઉ છ મહિના પૂર્વે સગીરના પિતાને પોતાની દીકરી અને સગીર યુવક વચ્ચેના પ્રેમ પ્રકરણ જાણ થઈ હતી. બંનેને અલગ કર્યા હતા, તેમ છતાં 8 માર્ચના રોજ બંને પોતાના ઘરેથી લગ્નના ઇરાદે ભાગી છૂટ્યા હતા. જે અંતર્ગત સગીરાનાં પિતાએ કડોદરા પોલીસ મથકમાં સગીર વિરુદ્ધ પોતાના વાલીપણામાંથી લગ્નના ઇરાદે ભગાડી જવાના ગુનામાં ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ પ્રેમ પ્રકરણની જાણ થતાં બંનેને અલગ કરાયા હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો