તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમને 12.60 લાખનું ઇનામ લાગ્યું છે કહી યુવકની સાથે 1.55ની છેતરપિંડી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના ઓરમાગામના યુવાનના મોબાઈલ પર ઓનલાઈન શોપિંગ કંપનીના નામે 12,60,000 ઇનામમાં લાગ્યા હોવાનો મેસેજ મોકલ્યો હતો. ઇનામના રૂપિયા મેળવા સર્વિસ ચાર્જ જમા કરાવવાની વાતે યુવાનને વિશ્વાશમાં લઈને જુદાજુદા ડમી બેંક ખાતામાં રૂપિયા જમા કરવી કુલ 1,55,112 ની છેતરપિંડીનો યુવાન ભોગ બન્યો હતો.

ઓલપાડ તાલુકાનાં ઓરમા ગામે લીમડા ફળીયામાં રહેતા અને ક્લીયરન્સ એજન્ટ તરીકે નોકરી કરતા ઇકરામુલહક મહમદઅલી પઠાણ (26) નાં મોબાઈલ પર ગત તારીખ 27-11-2019નાં રોજ BZ-NUTRFY નામની એડ ઉપરથી અંગ્રેજીમાં એક મેસેજ આવેલ હતો. જેમાં ઓનલાઈન શોપિંગ Nutrafy Health તરફથી ઇનામના 12,60,000 ઇનામમાં લાગ્યા છે. તે બદલ તમને શુભ ઈચ્છા પાઠવવામાં આવે છે. તે ઇનામના નાણાંની રકમ મેળવા સર્વિસ ચાર્જના રૂપિયા 6500 કંપનીના બેંક ખાતામાં જમા કરાવવાનું કહેતા ઇકરામુલહક એ પોતાના બેંક ખાતામાંથી 6500 ટ્રાન્સફર કરેલા.

ત્યાર બાદ એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી કંપનીના અધિકારી તરીકે ફોન આવતા ઇનામની રકમ જમા કરવાની પ્રોસેજ ચાલુ છે. ત્રણ દિવસ બાદ ફરી સર્વિસ ચાર્જ પેટે 41,5000 જમા કરવવાનું કહી ફરીવાર બીજા બેંક ખાતાનો નંબર આપ્યો હતો. આમ ઇનામની રકમના 12,60,000 મેળવવા ઇકરામુલહકએ ટુકડે ટુકડે કરીને 1,55,112 જમા કરાવેલ. પણ ઇનામની કોઈ રકમ ખાતામાં જમા આવેલ નહી. ત્યારે ઇકરામુલહકએ કંપનીના મોબાઈલ નંબર પર સંપર્ક કરી ઇનામની રકમ જમા કરાવવા ખેલ પણ આવું ન થતા તેની સાથે ઇનામની રકમના નામે છેતરપિંડી થયેલ. ત્યારે ઇનામ લાગ્યાનો લોભામણો મેસેજ કરી ઇનામની રકમ મેળવવાનાં બહાને ડમી બેંક એકાઉન્ટ ખોટા ઈમેઈલ આઈડી તથા ડમી સ્મીકાર્ડનો ઉપયોગ કરી સર્વિસ ચાર્જને બહાને રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરનાર આજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો