તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાનહમાં નરોલી પંચાયતના સભ્ય યોગેશસિંહ સોલંકીએ વૉર્ડ નં. 6/11

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાનહમાં નરોલી પંચાયતના સભ્ય યોગેશસિંહ સોલંકીએ વૉર્ડ નં. 6/11 માં પોતાના ખર્ચે રૂપિયા 35260 સ્ટ્રીટ લાઈટ લગાવડાવીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. યોગેશસિંહ સોલંકીની આ કાર્યશૈલીની ચોમેરથી પ્રશંસા થઇ રહી છે. વૉર્ડ નંબર 6/11 ગામ વાલિયાઘોલામાં સ્ટ્રીટ લાઈટના સિમેન્ટના જુના પોલ હતાં તેના પર લાઈટો છેલ્લા એક વર્ષથી બિસમાર અવસ્થામાં હતી આ કારણે રાત્રી દરમિયાન લોકોને ખૂબજ હાલાકીનો સામનો કરવો પડતો હતો. અહીં લાઈટ લગાવવાના કામમાં થઈ રહેલા વિલંબને જોઇને અને લોકોને રાત્રીના સમયે અંધારાને કારણે પડતી તકલીફોને લઇ યોગેશસિંહ સોલંકીએ પોતાનાં ખર્ચે લાઈટ લગાવડાવી દીધી છે.



અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો