તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયણમાં દારૂની ભઠ્ઠીથી થોડે દૂર ચપ્પુ વડે યુવકને રહેંસી નંખાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ તાલુકાના સાયણ ગામે ગુરૂવારની રાત્રે દલિત સમાજના યુવકનું કોઈ અગમ્ય કારણસર પેટમાં ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. યુવકની હત્યા થવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથધરી છે.

ઘટના અંગે પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી વિગતવાર માહિતી મુજબ હાલ ઓલપાડ તાલુકાના સાયણ ગામે સાયણ સુગર રોડ આદર્શનગર 3 સોસાયટી મૂળ વડજી તા- જીડગાંવ જિ-જલગાંવ મહારાષ્ટ્ર નો રહેવાશી સુનિલ પીતાંબર મોરે (43) જે દલિત પરિવારમાંથી છે. યુવક છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવી દારૂનો વ્યસની હતો. જેથી સાયણ સુગર ખાતે દારૂ પીવા માટે જતો હોય. અગાઉ તે સાયણ સુગર ખાતે રહેતો હોવાથી તે આખો દિવસ અને મોડી રાત સુધી સાયણ સુગર ખાતે જ રહેતો હોઈ ગુરૂવારના રોજ પણ તે સાયણ સુગર વિસ્તારમાં જ હતો. ત્યારે રાત્રીના સમયે સાયણ સુગર ફેક્ટરી કંપાઉન્ડ ની બાજુમાં શિવાજી નગર સોસાયટીની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કોઈ અજાણ્યા ઈસમો એ કોઈ અગમ્ય કારણસર લોખંડની હેકશો પટ્ટીથી બનાવેલા દેશી ચપ્પુથી બેરહેમી પૂર્વક પેટના ભાગે ઉપરા છાપરી ઘા મારી પેટ ચીરી નાખ્યુ હતું. કરપીણ હત્યા કરી હત્યા કરવામાં કામે લીધેલા ચપ્પુને ઘટના સ્થળે ફેંકી ભાગી છૂટ્યા હતા.

જયારે સુનિલ પીતાંબર મોરેનો મૃતદેહ ઘટના સ્થળે પડેલો જોતા અહીંના સ્થાનિક લોકોએ સાયણ આઉટ પોસ્ટને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યા થવાની ઘટના બાબતે પૂછતાછ કરતા સુનિલ દારૂ પીવાનો વ્યસની હોય પણ તેની કોઈ સાથે દુશમનાવટ કે અંગત અદાવત ન હોઈ તે શાંત સ્વભાવનો હોય. જેથી તેની હત્યારાઓએ બેરહેમીથી પેટ ચીરી નાખી કરપીણ હત્યા કરી હતી.હત્યાનું કારણ શોધવું પોલીસ માટે પડકાર રૂપ બન્યું છે. જયારે ઓલપાડ પોલીસે નજીકના કારખાનાઓમાં લગાવેલા સી.સી.ટી.વી કેમેરાઓના ફૂટેજ મેળવી સાથે ડોગ સ્કોર્ડ સહિતની એજન્સીઓની મદદ લઈને તપાશ હાથધરી છે.

હત્યા બાદ ચપ્પુ ઘટના સ્થળે જ ફેંકી દેવાયું
હત્યારા એ પીતાંબર મોરેની હત્યા કરવા માટે પતરાની હેકશો બ્લેડથી બનાવેલ મોટા દેશી બનાવટના ચપ્પુનો ઉપયોગ કર્યો છે. આટલુંજ નહીં પણ ચપ્પુના હેન્ડલ માં તેણે સેલો ટેપ વિટાળેલી હતી. જેથી તેને ચપ્પુ ચલાવવામાં આસાની રહેવા સાથે તેની હાથની છાપ આવી ન શકે નોંધલેવા જેવી બાબત છે. હત્યારાએ હત્યા કરીને તેણે કામે લીધેલો ચપ્પુ પણ ઘટના સ્થળે ફેંકી ભાગી છૂટવાની વાતે હત્યારો સાતિર હોવાનું કહી શકાય.

મૃતક પીતાંબર દારૂનો બંધાણી હતો
નહેરની બાજુમાં શિવાજી નગર નજીક ખુલ્લી જગ્યામાં જ્યાં પીતાંબરની હત્યા કરવામાં આવી છે. ત્યાં નજીકમાં મોટાપાયે દેશી બનાવટનો દારૂ કાઢવાની ભઠ્ઠીઓ ચાલતી હોવા સાથે અહીં રાત્રીના સમયે આજુબાજુ વિસ્તારના લોકો દારૂની મહેફિલ માણવા આવતા હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. ત્યારે મરણજનાર પીતાંબર દારૂનો વ્યસની હોઈ તેની હત્યા થવા પાછળ આ દીસામાં પણ તપાસ કરવી જરૂરી છે.

સુગર ફેક્ટરી પાસે દારૂની ભઠ્ઠી નજીક આવેલી ખુલ્લી જગ્યામાંથી મળેલી યુવકની લાશ અને ચપ્પુ.

અન્ય સમાચારો પણ છે...