તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો બંધ રહેશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગામી તા.7 થી 23 માર્ચ-2019 દરમિયાન રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ યોજાનારી ધો.10 અને 12 ની પરીક્ષાઓ સંદર્ભે જિલ્લાના પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરની ત્રિજ્યાવાળા વિસ્તારમાં આવેલા તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા સાથે આ વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના અનઅધિકૃત પ્રવેશ અને સભા સરઘસબંધી ફરમાવવામાં આવી છે.

ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી.કે.ડામોરે જારી કરેલા એક જાહેરનામા અનુસાર ડાંગ જિલ્લામાં તા.7.3.2019 થી 23.3.2019 દરમિયાન આહવાના સરકારી માધ્યમિક શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્સિય સ્કૂલ, એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા, દીપદર્શન સ્કૂલ તથા વલ્લભ વિદ્યાલય ઉત્તર બુનિયાદી શાળા સહિત વધઇ ખાતે સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને તાલુકા પ્રાથમિક શાળા સહિત માલેગામ ખાતે સંતોક્બા ધોળકિયા વિદ્યામંદિર અને એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, સાપુતારા ખાતે ઋતુંભરા કન્યા વિદ્યાલય અને એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ, સુબિર ખાતે નવજ્યોત હાઇસ્કૂલ, સાકરપાતળ ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા અને પિંપરી ખાતે સરકારી માધ્યમિક શાળા ખાતેના પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટર ત્રિજ્યાવાળા વિસ્તારમાં આવેલા તમામ ઝેરોક્ષ સેન્ટરો સવારના 10 વાગ્યાથી સાંજના 6.30 વાગ્યા સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે આ વિસ્તારમાં ચાર કે તેથી વધુ શખ્સોના એકત્ર થવા સાથે સભા, સરઘસબંધી પણ ફરમાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો