વાવથી દેશી અને વિદેશી દારૂ સાથે મહિલા પકડાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાવ ગામે 150 લીટર દેશી દારૂ તેમજ વિદેશી દારૂની 230 બોટલ સાથે એક મહિલા પકડાઈ અને પતિને પોલીસે વોન્ટેડ જાહેર કરીને કુલ્લે 32980નો મુદામાલ પકડી પાડયો હતો.

પોલીસ સૂત્રો પાસે પ્રાપ્ત થતી માહિતી મુજબ કામરેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પો.કો જયેશભાઈને બાતમી મળી હતી કે તાલુકાના વાવ ગામે શ્રીજી રો હાઉસમાં મકાન નંબર બી 53માં રહેતા અનિલ ઉર્ફે ગુલિયો સુરેશભાઈ ભાલીયા. ઘરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારયો હોવાની બાતમીના આધારે સ્ટાફ સાથે રેડ કરતા વિદેશી દારૂની અલગ અલગ કંપનીની બોટલ નંગ 203 કિંમત 27280 તેમજ પત્ની અમિષાબેન પાસેથી ઘર નંબર બી 63 માંથી77 બોટલ કિંમત 5700 તેમજ દેશી દારૂ 150 લીટર મળી કુલ્લે 32980નો મુદમાલ પકડાયો હતો. જે અંગે પોલીસે પ્રોહીબીશન એકટ હેથળ ગુનો નોંધી અમિષાબહેનને પકડી પતિ અનિલને વોન્ટેડ જાહેર કરી વઘુ તપાસ હાથ ઘરી છે.

અન્ય સમાચારો પણ છે...