તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ દિવાળી ‘લક્ષ્મી બેટી’ને પૂજો: મોદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બીજા કાર્યકાળમાં ‘મન કી બાત’ કાર્યક્રમ હેઠળ દેશને ચોથી વાર રેડિયો પર સંબોધન કર્યું હતું. તેમણે તહેવારોની શુભેચ્છા આપતા કહ્યું કે, જ્યારે બધા તહેવાર મનાવી રહ્યા હોય છે ત્યારે તમારી આસપાસના કેટલાક લોકો તહેવારો નથી મનાવી શકતા. તેમના બાળકો મીઠાઈ અને કપડાં માટે તરસી રહ્યા હોય છે. આપણે સંકલ્પ લેવો જોઈએ કે, બધા સાથે મળીને તહેવાર મનાવે અને કોઈના પણ ત્યાં દીવાનું અંધારું ના રહે. મોદીએ કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં પુત્રીઓને લક્ષ્મી મનાઈ છે. આપણે ત્યાં અનેક પુત્રીઓ હશે, જે પોતાના પરિવાર, સમાજનું નામ રોશન કરતી હશે.

...અનુસંધાન પાના નં. 14ડૉક્ટર-એન્જિનિયર બનીને સમાજની સેવા કરતી હશે. આપણે એ પુત્રીઓની સિદ્ધિઓને ‘ભારતની લક્ષ્મી’ ના રૂપમાં સોશિયલ મીડિયા પર શેર કરવી જોઈએ. એ રીતે ભારતની લક્ષ્મી હેશટેગથી અભિયાન શરૂ કરો. આ ઉપરાંત ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશવાસીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાનો સંકલ્પ લીધો છે. એક જવાન રિપુદમન બેલ્વી અનોખો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પ્લોગિંગ (દોડતા દોડતા કચરો ઉઠાવવો) કરે છે. મને તે ખૂબ સારું અને રસપ્રદ લાગ્યું.

ઈ-સિગારેટ નશાનો નવો પ્રકાર, યુવાનોને બરબાદ ના કરે એટલે પ્રતિબંધ મૂક્યો

મોદીએ કહ્યું કે, સરકારે ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેના વિશે ખોટી માન્યતાઓ ફેલાવાઈ હતી. કહેવાય છે કે, ઈ-સિગારેટથી કોઈ નુકસાન નથી. હકીકતમાં ઈ-સિગારેટમાં અનેક હાનિકારક કેમિકલ મિલાવાય છે, જેની આરોગ્ય પર ગંભીર અસર પડે છે. યુવાનો દેશનું ભવિશ્ય છે. નશાની આ પદ્ધતિ આપણા યુવા દેશને બરબાદ ના કરે. એટલે સરકારે પ્રતિબંધ મૂક્યો છે.

લતા મંગેશકર મોટાં દીદી છે, ટૂંકમાં જ તેમના હાથની વાનગી ખાવા જઈશ: મોદી
મોદી: તમને જન્મદિવસની ખૂબ શુભેચ્છા.

લતા: હું જાણું છું કે, તમારા આવવાથી ભારતનું ચિત્ર બદલાઈ રહ્યું છે. હું તમને તકલીફ નથી આપવા ઈચ્છતી. તમે વ્યસ્ત રહો છે. સારું લાગ્યું, તમે માતાજીને મળીને આવ્યા. મેં પણ કોઈને તેમની પાસે આશીર્વાદ લેવા મોકલ્યા હતા.

મોદી: મારી માતાને યાદ છે. તે કહેતી હતી. મા ખુશ થઈ હતી. તમને મળી નહોતો શક્યો. ઝડપથી આવીશ અને તમારા હાથે બનાવેલી ગુજરાતી વાનગી ખાઈશ.

લતા: એ મારું સૌભાગ્ય હશે.

મોદીએ લતા મંગેશકરને ફોન કરીને જન્મદિનની શુભેચ્છા આપી તેનું રેકોર્ડિંગ પણ શેર કર્યું હતું. તેમણે કહ્યું કે, આ મોટી બહેન અને નાના ભાઈ વચ્ચે થયેલા સંવાદ જેવું હતું. એ વાતચીતના મહત્ત્વના અંશ:

અન્ય સમાચારો પણ છે...