બારડોલીમાં વિશ્વ શાંતિ ગ્રહશાંતિ તીર્થંકર અનુષ્ઠાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સંઘના મહાવીર ભવન મુકામે ચાતુર્માસ અવસરે પધારેલા સાધ્વી ભગવંતો સંયમલતાજી, અમીતપ્રજ્ઞાજી, કમલપ્રજ્ઞાજી તથા સૌરભપ્રજ્ઞાજીના સાનિધ્યમાં સર્વપિતૃ અમાવસ્ય અવસરે સમગ્ર વિશ્વ શાંતિ સહિત ભારતની શાંતી સુખાકારી અને સર્વગ્રહ શાંતિ અર્થે બારડોલીમાં પ્રથમવાર લેખાયેલું 24 કલાકનું અખંડ મહામંગલકારી શાંતિ અનુસ્થાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે સવારે 6.00 કલાકે મહાજ્ઞાની સાધ્વી ભગવંતો સંયમલતાજીના મંગલાચરણ અર્થે સર્વત્ર શાંતિના ઉદ્દેશ્ય સાથે તીર્થકર અનુસ્ઠાનનો પ્રારંભ થયો હતો. વિજય રાંકા પરિવાર, મુંબઈથી પધારેલા પારસ ચપલોત સમિતી સદસ્ય રમેશ પુનીયા, દ. ગુ. ગ્રામ્ય મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ તતીડ, પ્રકાશ સીસોદિયા, મોતીલાલ વાલરેચા કમલેશ બોરદિયા, પંકજ રાકા, ગૌતમ ટુકલિયા, પ્રકાશ ચૌધરી, અરવિંદ કુકડા, નવયુવક મંડળ મહિલા મંડળ, વધુ મંડળ કન્યા મંડળ વગેરેએ અનુષ્ઠાનના મંગલ કળશની સ્થાપના કરી હતી. ભરપુર પ્રસંશા સાથે સાધ્વીએ જણાવ્યું હતું કે તીર્થકરોએ સમગ્ર જગતને જીવન જીવવાની કળા શીખવાડી છે. આપણે પણ તેમનું નામ સ્મરણ કરી આંતકવાદ, ભૂખમરો, ગીરીબી અને સમસ્યાઓથી ઘરેાયલા દ્વારા મારા ભારતને મુક્ત કરવાનું જણાવતાં તેમણે સમગ્ર વિશ્વમાં અહિંસાનો ધ્વજ લહેરાવવા આહવાન કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...