તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારા દક્ષિણાપથમાં ટૂંકી વાર્તા-લેખન પર કાર્યશાળા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારામાં સાહિત્ય સેતુ-વ્યારા અને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઇન્સ્ટિટયુટ, માંડવી(કચ્છ)ના સંયુક્ત ઉપક્રમે કાર્યશાળાનું આયોજન થયું હતું. આ કાર્યશાળાના તજજ્ઞ તરીકે ટૂંકી વાર્તાના પ્રખ્યાત લેખક માવજી મહેશ્વરીએ સેવા બજાવી હતી. એમણે વાર્તા કોને કહેવાય? વાર્તાના તત્વો, કથનકેન્દ્ર, પ્રતિક વિનિયોગ, વાર્તાની ભાષા, વ્યાકરણ, શૈલી વગેરે વિવિધ વિષયો પર ઝીણવટ પૂર્વક માર્ગદર્શન પૂરૂં પાડયું હતું અને સારી વાર્તા લખવા માટે શું કરવું જોઈએ એ વિષય ઉપર 24 જેટલા મુદ્દાસર માર્ગદર્શન પૂરું પાડી શિબિરાર્થીઓને ત્રણ વિષયવસ્તુ આપી દરેકને વાર્ત લખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યશાળાના ઉદ્ઘાટન સમારોહમાં ડૉ. દક્ષાબેન વ્યાસ, વ્યારા કોલેજના આચાર્ય ડૉ હિતેન્દ્રસિંહ ખરવાસીયા, ગ્રામ સેવા સમાજ વ્યારાના પ્રમુખ ગણપતભાઈ વસાવા, વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યુટ, માંડવી(કચ્છ)ના પ્રમુખ ગોરધનભાઈ પટેલ (કવિભાઈ) એ ઉપસ્થિત રહી સૌએ શિબિરાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. શિબિરનું સંચાલન હેમંતભાઈ પટેલે કર્યું હતં.

અન્ય સમાચારો પણ છે...