તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં મશીનમાં હાથ આવતા કામદાર ઘવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી જીઆઇડીસીની એન.આર.અગ્રવાલ કંપનીમાં કામ કરતી વખતે કામદારનો હાથ મશીનમાં આવી જતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેની જાણ પોલીસને કરતા આગળની તપાસ હાથ ધરાઇ છે. વાપી ભડકમોરા ધીરૂભાઇની ચાલીમાં રહેતા નરેશ ઠાકોર ઉ.વ.23 રાબેતા મુજબ શનિવારે જીઆઇડીસી સ્થિત એન.આર.અગ્રવાલ નામની પેપર મિલમાં કામ કરવા માટે ગયા હતા. કંપનીના યુનીટ-1 માં મશીન ઉપર કામ કરતી વખતે અચાનક હાથ અંદર આવી જતા ઇજા પહોંચી હતી. ઘટના બનતા જ અન્ય કામદારો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે નરેશને વાપીની હરિયા હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જે અંગે હોસ્પિટલે પોલીસને જાણ કરતા ઇજાગ્રસ્તનું નિવેદન લઇ વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો