મરોલીના HN કંપનીમાં કામ કરનારે ફાસો ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | મરોલી રહેતા પ્રસન્નજીત દાસ (રહે. મહુવર, મૂળ. ઓરિસ્સા)એ મરોલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમની સાથે રહેતા મનોરંજન બી. રાઉત (ઉ.વ. 25) મરોલી એચએન ઈનીગોઝ કંપનીમાં કામ કરતા હતા. 25મી સપ્ટેમ્બરે તેની લાશ કંપનીનીનાં સ્ટોર રૂમમાંથી મળી હતી. આ અંગે મરોલી પોલીસ મથકે જાણ કરી હતી. અહેકો કિશન ગોંવિદે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી હતી. તેમણે મનોરંજન રાઉતે કોઈ અગમ્ય કારણસર સ્ટોર રૂમમાં શાલ વડે ફાસો ખાઈ લીધો હોવાની આકસ્મિક મોતની નોંધ કરી વધુ તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...