તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપીપળામાં મકાન ધરાશાયી થતાં મહિલા-દિવ્યાંગ પુત્ર નિરાધાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળા શહેરમાં વરસાદ પડતા વિસાવગા વિસ્તારમાં એક કાચું મકાન તૂટી જતા વૃદ્ધ મહિલા પર આફત આવી પડી છે. હવે પોતે નિરાધાર અને એક પુત્ર પણ વિકલાંગ હવે આવી ગરીબાઈમાં કેવી રીતે ઘર સરખું પણ કરી શકે જેથી સરકારી કોઈ મદદ હોય તો આ મહિલા ની છત સરખી થઇ જાય એક અસરો બન્યો રહે.

રાજપીપળાના વિસાવાગા જબલેશ્વર મંદિર પાસે રહેતા અને ઘરકામ કરી પેટિયું રડતા દેવીલાબેન દલસુખભાઈ પ્રજાપતિનું મકાન અચાનક વરસાદ આવતા તૂટી પડ્યું હતું જેના કારણે ઘર વગરના થઈ પડેલી આ મહિલાએ વહીવટી તંત્ર મદદ કરે તેવી આશા વ્યક્ત કરી છે. દેવીલા બેનનો પુત્ર વિકલાંગ હોય અને પોતે ઘરકામ કરતા હોય આર્થિક સ્તિથી નબળી હોવાથી તંત્ર ઘર માટે મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી ઘટનાની જાણ થતાંજ નગર પાલિકાની ટીમે જરૂરી કાર્યવાહી કરી હતી અને એ બાદ આગળ રિપોર્ટ કરશે તેમ જાણવા મળ્યું છે.

વિસાવાગા જબલેશ્વર મંદિર પાસે રહેતી અને ઘરમકા કરી પોતાનું અને પોતાના દિવ્યાંગ પુત્રનું પેટિયું રળતી મહિલાનું મકાન વરસાદમાં ધરાશાયી થતાં નિરાધાર બની હતી.

અન્ય સમાચારો પણ છે...