તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝંખવાવના પેટ્રોલપંપની પાછળ જંગલમાં આગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે વાંકલ વનવિભાગ રંેજ અને માંડવી વનવિભાગ રેંજની બોર્ડર પરના જંગલમાં અચાનક આગ લાગી જતાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં નજીકના આવેલ પેટ્રોલપંપ અને ગૌસાળામાં ભારે ગભરાટ સાથે નાશભાગ મચી ગઈ છે. પરંતુ વનવિભાગના કર્મચારીઓની ટીમો અને માંડવી ફાયર બ્રીગેડની ટીમો આવી પહોંચેલા આગને કાબૂમાં લીધી હતી.

ઝંખવાવ ગામે ઝંખવાવ માંડવી રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર આવેલ પેટ્રોલ પંપ અને સીએનજી પંપના પાછળના ભાગે આવેલા સરકારી જંગલ વિસ્તારમાં બપોરે 3 વાગ્યના સમયે માંડવી રેંજ ના જંગલમાં આગ લાગી હતી. આ આગ આગળ વધતાં માંગરોળના વાંકલ વનવિભાગ રેંજના જંગલમાં આગળ વધી હતી. આ ઘટનાની જાણ માંડવી અને વાંકલ વનવિભાગ રેંજના વન અધિકારીને થતાં બંને રેંજના વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સમયે આગે વિકરાળ સ્વરૂપ ધરણ કરી આગ નજીક આવેલ પેટ્રોલપંપ સીએનજી અને ગૌશાળ તરફ આગળ વધી રહી હતી. જેથી પેટ્રોલ પંપ અને ગૌશાળામાં ભારે ગભરાટ વ્યાપી ગયો હતો. આ સમયે ગૌશાળાના મેહુલભાઈ ભાવસારે માંડવી ફાયરબ્રીગેડની મદદ માંગ કરી હતી. તેમજ વનવિભાગની ટીમે પણ આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતાં. અંતે સહયારા પ્રયાસથી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં પેટ્રોલપંપ ગૌશાળા નજીક નાસ ભાગ મચી

ચોર ટોળકી કેબલ ચોરતા આગ લાગીની ચર્ચા

કેબલચોર ટોળકીએ કેબલ બાળતાં જંગલમાં આગ લાગવાની ઘટના સંદર્ભમાં હાલ ચર્ચા ચાલી રહી છે. જેમાં કેબલ ચોર ટોળકી કેબલમાં રહેલું કોપર કાઢવા માટે જંગલ વિસ્તરામાં ચોરી છુપીથી કેબલ બાળતા આગ લાગી હોવાનું ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ હાલમાં પાનખર ઋતુ ચાલતી હોવાથી સૂકા કચરામાં કોઈ વ્યક્તિ પીતા આગ લાગી હોવાનું માનવામાં આવે છે.

માંડણના જંગલમાં પણ આગ લાગી હતી

વનવિભાગ રેંજના માંડણ ગામના જંગલમાં પણ સાંજે ચાર વાગ્યાના સમયે આગ લાગી હતી. આ આગને વન વિભાગના અધિકરીઓ તેમજ ખેડૂતો આ બુઝાવી હતી. ત્યારબાદ વનવિભાગનીટીમ ઝંખવાવ પહોંચી હતી.
અન્ય સમાચારો પણ છે...