મારી બહેનને મેસેજ અને ફોન કેમ કરે છે કહીને ખોલવડના યુવકને માર મરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખોલવડ ઓપેરા પેલેસમાં રહેતા યુવાનને સીમાડા ખાતે રહેતા યુવાન અન્ય યુવકો સાથે આવીને મારી બહેનને મેસેજ અને ફોન કેમ કરો છો તેમ કહી લાકડી અને વાયરથી માર માર્યો હતો.

મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હાલ કામરેજ તાલુકાના ખોલવડ આવેલી ઓપેરા પેલેસમાં સી-11માં ફ્લેટ નંબર 501 માં રાહુલભાઈ કુરાજીભાઇ ગોઘાત રહે છે. તેને ત્રણ દિવસ અગાઉ રાત્રે ઓળખીતા પાર્થ ભીખાભાઇ વેકરિયા (રહે સીમાડા નાકા સ્વામિનારાયણ નગર)એ ટેલિફોનીક જાણ કરી તું ઓપેરા પેલેસના ગેટ પર આવ તારું કામ છે. તેમ કહી બોલાવ્યો હતો. પાર્થ તથા કલ્પેશ બંને મોટર સાઇકલ પર બેઠા હતા. અતુલ સકરિયા તથા એક ઈસમ પણ બેઠો હતો. પાર્થને મળવા રાહુલ આવતા જ તેની પાસે મોબાઇલ જોવા માંગી મેસેજ ડિલીટ કરી પાછો મોબાઇલ આપી દીધો હતો. તારી સાથે વાત કરવી છે. આપણે આગળ જઈએ તેમ કહી મોટર સાયકલ પર બેસાડી ભાદા ગામ તરફનાં રસ્તા પર જઈને રાહુલને પાર્થે જણાવેલ કે તું મારી નાની બહેનને મેસેજ અને ફોન પર કેમ વાત કરે છે. તેમ કહી પાર્થ ઉશ્કેરાય જઈ ગાળાગાળી કરવા લાગ્યો હતો. કલ્પેશની મોટર સાયકલ પર રાખેલી લાકડીનો સપાટો તથા કેબલ વાયરનો ટુકડો રાહુલના પીઠના ભાગે માર માર્યો હતો. અતુલ તથા કલ્પેશ બીજા ચાર અજાણ્યા ઈસમો વારા ફરતી માર માર્યો હતો. પાર્થએ રાહુલના બનેવી ફોન કરી ને બોલાવી તમામ જતાં રહ્યાં હતાં. પોલિસ ફરિયાદ કરશો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બાદમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદ કામરેજ પોલીસ મથકમાં 6 યુવકો સામે ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...