તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉકાઈ પોલીસમાં ફરજ બજાવતાં યુવકે બીમારીથી ત્રાસી ફાંસો ખાધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા તાલુકાના વડકુઇ ગામે રહેતા અને ઉકાઈ પોલીસ મથકે ફરજ બજાવતા એક પોલીસ જવાને બીમારીથી કંટાળી જઈ પોતાના ખેતરે આવેલ વૃક્ષની ડાળીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનો બનાવ નોંધાયો હતો.

વ્યારાના વડકુઇ ગામે રહેતા અવિનાશભાઈ રાજેન્દ્રભાઇ ગામીત (46) ઉકાઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. એઓ સતત બીમાર રહેતા હોય છેલ્લા બેત્રણ માસથી પોતાની ફરજ પર પણ ગેરહાજર હતા. પોલીસ મેન એવા અવિનાશભાઈ છેલ્લા ઘણા સમયથી સુગરની અને મસાની બીમારીથી પીડાતા હતા અને હાલમાં એમની દવા ચાલતી હતી. અવિનાશભાઈ લાંબા સમયની આ બીમારીથી કંટાળી ગયા હતા એઓ શુક્રવારે રાત્રીના સમયે કોઈ ને કશું કહ્યા વગર પાદરે આવેલ ખેતરે ચાલી ગયા હતા. ત્યાં ખેતરમાં આવેલ આંબાના વૃક્ષની ડાળીએ સર્વિસ વાયર વડે ગળે ફાસો ખાઈ એમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આ બનાવ અંગે પરિવારજનોને કાકરાપાર પોલીસમાં જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી ડેડ બોડી નો કબ્જો લઈ એને પીએમ કરવા ખસેડી હતી. આ અંગે અવિનાશભાઈના પત્ની અલ્પનાબહેન ગામીતે કાકરાપાર પોલીસમાં અકસ્માત મોત બાબતે નોંધ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો