તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવૃતી બાદ અને ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં માણસને શું કરવું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

નિવૃતી બાદ અને ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં માણસને શું કરવું અને શું ન કરવું એ અંગે સતત મથામણ રહેતી હોય છે. જોકે, વૃદ્ધાવસ્થાને એક પડકાર સમજીને 72 વર્ષના વૃદ્ધ યુવાઓને પણ શરમાવે એ રીતે સમગ્ર દેશના ભ્રમણ ઉપર સાયકલ ઉપર નીકળી પડ્યા છે. ખાસ કરીને સીનિયર સિટિઝનની વિવિધ સમસ્યામાંથી કેવી રીતે મુક્તિ મળી શકે એ સંદેશ લઇને ચેન્નાઇના 72 વર્ષના વડીલ ચેન્નાઇથી દિલહી સુધીનો 4 હજાર કિમીનો સાયકલ પ્રવાસ કરી રહ્યા છે.

અંદાજે એક માસ સુધી સાયકલ ચલાવીને તેઓ સોમવારે વાપી ખાતે પહોંચ્યા હતા જ્યા વાપી સીનિયર સિટિઝન કાઉન્સિલ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 72 વર્ષની વયે પણ સેલીબ્રિટી બની શકાય અને પોતાના વિલ પાવરથી ધાર્યુ એ કરી શકાય એ ઉદેશ્ય અને જોશ સાથે દક્ષિણ ભારતના તમિલનાડુંના હરી ભાસ્કરન ચેન્નાઇથી દિલ્હી સુધીની સાયકલ યાત્રા ઉપર નીકળ્યા છે. પ્રતિદિન અંદાજે 100 કિમીનો સાયકલ પ્રવાસ ખેડી ભાસ્કરન સોમવારે વાપી પહોંચ્યા હતા. વાપી હાઇવે ઉપર સીનિયર સિટિઝન કાઉન્સિલના પ્રમુખ રમેશ વશી, ગફુરભાઇ બિલખિયા સહિત અન્ય સભ્યો દ્વારા સ્વાગત કરાયું હતું. હેલ્પેજ ઇન્ડિયાના સહયોગથી હરી ભાસ્કરને 21 જાન્યુઆરીથી સાયકલ યાત્રાનો શુભારંભ કર્યો હતો જે 19 માર્ચના રોજ દિલ્હી ખાતે પુરો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો