તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાડ ગામે હનુમાન ચરિત્ર કથામાં પ્રફુલ શુકલનું સ્વાગત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરગામ | ખેરગામના વાડ ગામમાં ભવાની માતાના મંદિરના પટાંગણમાં છોટે મોરારિ બાપુના સાંનિધ્યમાં ચાલી રહેલી હનુમાન ચરિત્ર કથામાં સોમવારે કથાકાર પ્રફુલભાઈ શુકલનું આગમન થયું હતું. વાડ ગામના સરપંચ ચંદ્રકાન્તભાઈ પટેલ, કરશનભાઇ પટેલ, ઉમેશભાઈ પટેલ દ્વારા પ્રફુલભાઈ શુકલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રફુલભાઈ શુકલે જણાવ્યું કે ભવાની માતાના સ્થાનમાં હનુમંત ચરિત્ર ગવાય છે. તેમણે કહ્યું કે આદિગુરુ શંકરાચાર્યની જેમ છોટે મોરારિ બાપુએ ધર્મની ધજા લહેરાવી તેની રક્ષા કરી છે. અનેક મહાનુભાવો અને ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. ભવાની માતાના મંદિરના પાટોત્સવનો ઉજવણી અંતર્ગત ચાલી રહેલી હનુમાન ચરિત્ર કથામાં દરરોજ મહાપ્રસાદ પીરસવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો