Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી GIDC વિસ્તારમાં 18 માર્ચે પાણી પુરવઠો બંધ રહેશે
વાપી જીઆઇડીસી વિસ્તારમાં પાણીની લાઇનમાં નવા પંપ બેસાડવાની કામગીરી ચાલી રહી છે. પંપની ઇલેકટ્રીક નવી લાઇનમાં નાખવાની કામગીરીને લઇ 18 માર્ચે વાપી જીઆઇડીસી વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પાણી કાપના કારણે એકમને તેની અસર પડશે.
વાપી જીઆઇડીસી કચેરી દ્વારા ઘણાં સમયથી નવી પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. હવે ઇલેકટ્રીકલ પેનલ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરાશે. આ કામગીરી માટે પાણી પુરવઠો બંધ રાખવાની ફરજ પડી છે. 18 માર્ચે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી વાપી જીઆઇડીસી વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેશે. સમગ્ર દિવસ દરમિયાન પાણી પુરવઠો બંધ રહેવાના કારણે લોકોને હાલાકી પડશે. ખાસ કરીને વાપી જીઆઇડીસી અને નોટિફાઇડ વિસ્તારમાં પાણી કાપના કારણે અનેક એકમોને તેની સીધી અસર પડશે. નવી લાઇનના કારણે લોકોને મોટી રાહત થશે.
ઇલેકટ્રીક પેનલ બેસાડવાની કામગીરી થશે