ચિતલદામાં લાઇન લીકેજને લીધે પાણીના વલખાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉંમરપાડાના ચીતલદા ગામે પ્રજાજનો પાણી માટે વલખા મારી રહ્યાં છે. છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી.લિકેજ લાઈનને કારણે હજારો લિટર પાણી વેડફાઈ ગયું હવે પ્રજા પાણી માટે ભટકી રહી છે.

ચાલુ વર્ષે ઉનાળાની ઋતુનો પ્રારંભ થતાં ચિતલદા ગામના કૂવા બોર માં પાણીના સ્તર ઉંડા જતા રહ્યાં છે. બીજી તરફ કાકરાપાર જુથ પાણી પુરવઠા યોજના હેઠળ પાણી આપવામાં આવે છે. પરંતુ આ પાણી માત્ર ચિતલદા ગામે પાણી પુરવઠા યોજના હેઠળ બનાવેલ સમ્પ સુધી પહોંચે છે. ગામના ફળિયામાં નાંખવામાં આવેલ પાણીની પાઈપલાઈનમાં વધુ પ્રમાણમાં લિકેજ હોવાથી ગ્રામજનોના ઘર સુધી પાણી મળતું નથી. હવે ઉનાળાની ઋતુમાં કૂવા બોરમાં પાણી ઘટી ગયા છે. ત્યારે ગ્રામજનોને પીવાનું પાણી મળતું નથી. દૂરદૂર પાણી ભરવા જવું પડે છે, અને લાઈનમાં ઊભા રહેતા ગૃહિણીઓની હાલત કફોડી બને છે.

પાણીનો વેડફાટ વચ્ચે ગ્રામજનોને પાણી માટે લાંબી કતારો લગાવવાની નોબત
પાણી માટે હેન્ડપંપ પર લાગેલી ચીતલદા ગામના રહીશોની લાંબી કતાર.

ચિતલદા ગામના મહિલા સરપંચ રંજીતાબહેન અજિતભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગામમાં નાંખવામાં આવેલ પીવાના પાણીની પાઈપલાઈન ઠેરઠેર લિકેજ થઈ છે. આ બાબતે અમે પાણી પુરવઠા વિભાગને આ સમસ્યાનું નિરાકરણ કરવા રજૂઆત કરી છે. તેમજ અન્ય નવા બોર કરવામાં આવે તેવી લેખિત માંગણીઓ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...