તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડીયાના કંચનપરી પાસે પાણીનો વ્યય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગડીયા તાલુકાના વંઠેવાડથી વાસણા જવાના મુખ્યરોડ પર કંચનપરી ગામ પાસે મુખ્યરોડની બીલકુલ વચ્ચોવચ પીવાના પાણીની પાઇપલાઇન તુટેલી છે. હજારો લીટર પાણી રોડ પર આજે કેટલાય દિવસથી વહી રહયું છે. ચુંટણીના માહોલ માં કેટલાક સ્થાનીક કે બહાર ના નેતાઓ રોડ પરથી પ્રચાર કરવા નીકળતા હોય છે પણ તેમને પણ આ લીકેજ દેખાતો નથી. પાણીની પાઇપલાઇનના દરેક વાલ્ય લીકેજ છે અને પાણી વેડફાય છે. ઉનાળામાં એક તરફ પીવાના પાણીની તંગી વર્તાઇ રહી છે તો બીજી તરફ પાણીનો વેડફાટ થઇ રહયો છે. તસવીર-મુકેશ શાહ

અન્ય સમાચારો પણ છે...