ઘેકટીમાં પાણીની મોંકાણ, બે દિવસથી મુશ્કેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંતલીયા કાવેરી નદીના કિનારે પાણીનો સ્ત્રોત સુકાતા ચીખલીના ઘેકટીમાં છેલ્લા બે દિવસથી પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે.

ઘેકટી ગામમાં કાર્યરત પાણી પુરવઠા યોજનામાં પાણી બે કિ.મી. દૂર પાઈપલાઈન દ્વારા આંતલિયા ગામમાં કાવેરી નદીના કિનારે બોરવેલમાંથી લાવવામાં આવી રહ્યું હતું. ઘેકટી ગામની પાણી પુરવઠા યોજના મારફત ગામમાં પહાડ ફળિયા, આહિરવાસ, કણબીવાડ, કોળીવાડ, હરિજનવાસ, વડ ફળિયા, નિશાળ ફળિયા સહિતના વિસ્તારના બે હજાર લોકોને પાણી પુરૂં પાડવામાં આવી રહ્યુ છે. આ યોજના 350થી વધુ જોડાણ છે. દરમિયાન કાવેરી નદી સુકાતા પાણી પુરુ પાડતા આંતલિયા કાવેરી નદીના કિનારે બોરવેલમાં પાણી સુકાતા બે દિવસથી પાણી બંધ થતા લોકોને હાલાકિ વેઠવાની નોબત આવી છે. ગામમાં પશુપાલનનો વ્યવસાય વિકસિત હોય પશુઓની સંખ્યા વિશેષ છે ત્યારે લોકો અને પશુધન માટે પાણીની સમસ્યા ઉભી થઈ છે.

ઘેકટીની સમસ્યા અંગે રજૂઆત મળી છે
ઘેકટી ગામે પાણીની સમસ્યા અંગે રજૂઆત મળી છે. મે એ લોકોને બોલાવ્યા છે ત્યારે તેઓ સાથે ચર્ચા કરી નવા બોરવેલ સહિતના વિકલ્પ અંગે નિર્ણય કરવામાં આવશે. રતિલાલ ભૂસારા, નાકાઈ, બીલીમોરા પાણી પુરવઠા

બોરવેલમાં પાણી નથી
કાવેરી નદી સુકાતા આંતલીયા સ્થિત અમારી યોજનાના બોરવેલમાં પાણી ન રહેતા પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. આ અંગે અમે પાણી પુરવઠામાં પણ રજૂઆત કરી છે. મુકેશભાઈ પટેલ, સરપંચ, ઘેકટી

...તો સમસ્યા હલ થાય
ગામમાં પાણી બે દિવસથી આવતું નથી. ગામમાં પણ બોરવેલમાં પાણીના સ્તર નીચે જતા રહ્યા છે. કાવેરી નદીમાં પાણી ભરવામાં આવે તો સમસ્યા હલ થાય તેમ છે. પ્રગ્નેશ પટેલ, ડેપ્યુટી સરપંચ, ઘેકટી

અન્ય સમાચારો પણ છે...