તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ જિલ્લાના 8 ગુનામાં વોન્ટેડ બૂટલેગર સેલવાસથી ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચમાં સેલવાસથી ઈંગ્લીશ દારૂનો મોટા પાયે નેટવર્ક ચલાવી દારૂ સ્પલાય કરતા લીકરકિંગને આખરે ભરૂચ એલસીબી પોલીસે સેલવાસથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર નવજીવન હોટલ પાસે આવેલ પ્રતીક્ષા રેસિડન્સી ખાતે રહેતા અને ઈન્દ્રીશ ઉર્ફે ભુરીયો રુફે ભૈયો મન્નુખા શેખ છેલ્લાં 2 વર્ષથી ભરૂચ પોલીસને ચકમો આપી સેલવાસથી ફરાર થઇ ગયો હતો. જે ત્યાંથી જિલ્લા ઈંગ્લીશ દારૂનું નેટવર્ક ચલાવી સંઘ પ્રદેશમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો સપ્લાય કરતો હતો. જેને ભરૂચ એલસીબી ટીમે માહિતી આધારે સેલવાસથી ધરદબોચી અંકલેશ્વર લાવી હતી. તેના વિરુદ્ધ ભરૂચ સી. ડિવિઝન, અંકલેશ્વર રૂલર, ઝગડીયા, દહેજ, ભરૂચ એ ડિવિઝનમાં 8 જેટલા ગુનામા વોન્ટેડ હતો. આ ઉપરાંત વલસાડ, કોસંબા, ગણદેવીમાં પણ ગુના નોંધાયા છે. તેના વિરુદ્ધ 2014થી 2017 દરમિયાન દહેજ અને અંકલેશ્વરમાં 5 દારૂના કેસ નોંધાયા જેના આધારે 2017માં પાસ હેઠળ તેને જામનગર જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો