તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસના નામે તોડ પાડવાના પ્રયાસમાં વોન્ટેડ આરોપી ઝબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી-વ્યારા નેશનલ હાઇવે પર ગત ઓગસ્ટ માસમાં સાગના લાકડા ભરીને પસાર થતા એક ટેમ્પોને અટકાવી પોલીસના નામે દમદાટી આપી આઠ લાખ રૂપિયાનો તોડ પાડવાના પ્રયાસ થયો હતો. આ બનાવમાં બારડોલી પોલીસે જે તે સમયે ત્રણ આરોપીને ઝડપી લઈ ચાર્જશીટ દાખલ કરી હતી. આ બનાવમાં સંડોવાયેલ એક રાજસ્થાની આરોપી ગુનો દાખલ થયો ત્યારથી નાસતો ફરતો હતો. આ આરોપી વતનના ગામમાં હોવાની બાતમી બારડોલી પોલીસને મળતા સ્ટાફ સાથે રાજસ્થાન પહોંચી આરોપીને દબોચી લઈ બારડોલી લાવવા માટે ની કાર્યવાહી શરૂ કરી હતી.

આ અંગે બારડોલી પોલીસે આપેલ વિગત મુજબ ગત 30/08/19 ના રોજ વહેલી સવારે વ્યારા-બારડોલી નેશનલ હાઇવે પર આવેલ ઈસરોલી ગામના પાટિયા પાસેથી સાગના લાકડા ભરીને એક ટેમ્પો પસાર થઇ રહ્યો હતો. આ ટેમ્પોને રોડ પર આવેલ એક ભંગારની દુકાન પાસે કાળા કલરની એક નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો કારના ચાલકે અટકાવ્યો હતો અને કેતન એલસીબી વાળો છું, એવી પોલીસની ખોટી ઓળખ આપી લાકડાના ખોટા કેસમાં ભેરવી દેવાની ધમકી આપી હતી. બાદમાં ટેમ્પો ચાલક પાસે રૂપિયા આઠ લાખની માંગણી કરવામાં આવી હતી, અને તોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બાબતે કેતન મનુભાઈએ બારડોલી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે કાર્યવાહી કરી ટોડ પ્રકરણમાં સંડોવાયેલા અમિત ઉર્ફે રામગોપાલ શર્મા (રહે.ડિંડોલી સુરત), ...અનુસંધાન પાના નં. 3

દિપક વામન મહાલે (રહે.બાબેન બારડોલી) અને ધર્મેશ રમણ મૈસુરિયા (રહે.ચલથાણ)ની ધરપકડ કરી એમની સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જોકે, આ બનાવમાં સંડોવાયેલા હાલમાં ટાંકલ તા.ચીખલી ખાતે અને મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના માંદેડા ગામે રહેતા રામદેવ મદનલાલ મિસ્ત્રી (ખાતી)પોલીસ કાર્યવાહીથી બચવા નાસી ગયો હતો. આ આરોપીની અવારનવાર તપાસ કરવા છતાં એ મળી ન આવતા હોય. પોલીસે કોર્ટ પાસે પરવાનગી મેળવી ભાગેડુ પણ જાહેર કર્યો હતો. આ આરોપીને આગોતરા જમીન અરજી નામદાર હાઇકોર્ટે પરત ખેંચાવી લીધી હતી, અને બાદમાં પણ એ પોલીસની પકડથી દૂર હતો. આ આરોપીને ઝડપી પાડવા માટે ના.પો.અધિક્ષક આર એન સોલંકીએ બારડોલી પોલીસને સૂચના આપતા પીઆઈ એમ એમ ગિલાતરે પોલીસ જવાનોની ટીમ બનાવી આરોપીને શોધી કાઢવા પ્રયાસ શરૂ કર્યા હતા. દરમિયાન ભાગેડુ આરોપી રામદેવ મદનલાલ મિસ્ત્રી વતનમાં પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી મળતા બારડોલી પોલીસના અ.હે.કો રાકેશ છગન અને આ.પો.કો યોગેશ વાલજી શનિવારે વહેલી સવારે રાજસ્થાનના માંદેડા ગામે પહોંચી ગયા હતા. તેમણે આરોપીને એન ઘરમાંથી જ ઊંઘતો ઝડપી લીધો હતો. આ અંગેની જાણ બારડોલી પોલીસ મથકે કરવામાં આવતા ઝડપાયેલા આરોપીને બારડોલી લાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો