અંકલેશ્વર એફ.ડી.ડી.આઈ કોલેજ ખાતે વોલ પેન્ટિંગ કોમ્પિટિશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એફ.ડી.ડી.આઈ કોલેજના અંકલેશ્વર સેન્ટર ખાતે ડિઝાઇન અને અભ્યાસક્રમ અનુરૂપ વોલ પેન્ટિગ યોજાવામાં આવ્યું હતું.જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઇતિહાસને વર્ણવતા પેઇન્ટીંગ દોર્યા હતા. ચેન્નઈ ફેશન ડિઝાઇન ફેકલ્ટી અધ્યક્ષ હેમાચેલશ્વરી ચન્દ્રશેકરન તેમજ અંકલેશ્વર ફેકલ્ટી ઇન્ચાર્જ પંકજ તિવારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

શ્રી અંબાજીમાતા મંદિરે ચૈત્રી નવરાત્રી ઉજવાશે
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા શ્રી અંબાજીમાતા મંદિર શક્તિપીઠ ખાતે આગામી 6 એપ્રિલે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થનાર છે.ત્યારે 6 એપ્રિલથી 15 એપ્રિલ દસમ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.જેમાં 6 માર્ચે ઘટ સ્થાપના સવારે 7:00 થી 9:00 વાગ્યા સુધી જયારે 13 માર્ચે હવન ,14 મી માર્ચે નોમ ( રામનવમી) તથા દસમની ઉજવણી કરશે.જેનો લાભ લેવા મંદિરના ગાદીપતિ મહંત મનોહરગીરી સત્યનારાયણગીરી ગોસ્વામી દ્વારા જણાવ્યું છે.

બોડેલી કન્યાશાળામાં એન્યુઅલ ડેની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમ ખાનગી શાળાઓમાં થતી એક્ટિવિટી સરકારી શાળાઓમાં પણ થાય એવી વાલીઓ અને બાળકો અપેક્ષા રાખતા હોય છે. ત્યારે બોડેલી કન્યાશાળા પણ શિક્ષણ સાથે નવું કરવાનો પ્રયત્ન કરે છે. બોડેલી બીઆરસી ધીરૂભાઇ ગમારાના અધ્યક્ષપણા હેઠળ એન્યુઅલ ડેની ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ 1 થી 8 ની 100થી વધુ છોકરીઓએ 16 જેટલી કૃતિઓ જેમાં પ્રાર્થના ગીત , સ્વાગત ગીત , ગરબા, નાટક, નૃત્ય, ડાન્સ વગેરે રજૂ કરી હતી. કાર્યક્રમમાં બોડેલી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ અને આચાર્ય સંદિપ જયસ્વાલ, મંત્રી મુસ્તાકભાઈ, મંડળીના મંત્રી રાજુભાઇ, બીટ નિરીક્ષક અરવિંદભાઈ અને પ્રદીપભાઈ, સીઆરસી વિપુલભાઈ, ગ્રૂપાચાર્ય કપિલાબેન, ગ્રૂપના આચાર્યો, સંઘના હોદ્દેદાર, એસએમસીના સભ્યો, વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

બોડેલી ખાતે જશ્ને મોલા અલી મેહફીલે શમા કવાલી કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામા અાવી હતી .હિન્દુસ્તાનના પ્રખ્યાત કવાલ અનીશ નવાબએ પોતાની આગવી અદામા કવાલી પેશ કરતા ઉપસ્થિત તમામ લોકો મંત્રમુગ્ધ બન્યાં હતા. કાર્યક્રમનું આયોજન રોશની યંગ સર્કલ બોડેલી તરફથી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...