તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારાના વૃદ્ધ એક દિવસની દુકાનની કમાણી શહીદોના પરિવારને આપશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ દેશભરમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાતભરમાં લોકોએ સ્વયંભુ બંધ આપ્યો પાડ્યો હતો. શહીદોના પરિવાર માટે મદદનો ધોધ વહી રહ્યો છે. દેશમાં જાતિવાદ ભૂલી તમામ લોકો ભાઈચારાના માહોલ બનાવી શહીદો માટે શક્ય તેટલી મદદ કરી છે. ત્યારે વ્યારાના નગર ખાતે રહેતા વૃદ્ધ મુસ્લિમ દ્વારા પોતાની રજવાડી સ્ટ્રોંગ સોડા દુકાનનો એક દિવસનો તમામ વકરો પણ શહિદોના પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું છે.

તાપી જિલ્લાના વ્યારા ખાતે જુના બસ સ્ટેન્ડ પાસે માસુમભાઇ ગનીભાઇ પટેલ જેઓ સોડાનું વેચાણ કરી જીવન ગુજરાન ચલાવે છે. માસુમભાઈ કહે છે કે આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનો માટે દેશભરના નાગરિકો મદદ કરી રહ્યા છે. આ વાત જાણી મને પણ મદદ કરવાની ઈચ્છા થઈ છે. પરંતુ મારી આર્થિક સ્થિતિ બહુ સારી નથી. આથી જ મેં મારી એક દિવસની કમાણી શહીદોના પરિવારને આપવાનું નક્કી કર્યું છે. સોડાની દુકાન બાહર પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ લખાણ વાળું એક બેનર પણ મુકવામાં આવ્યું છે. તા.26મી ફેબ્રુઆરી ના સવારે 8:00થી રાત્રે 11:00 વાગ્યા સુધીનો વેપાર પુલવામાં શહીદોના ફંડમાં આપવામાં આવશે. ફંડની પુરેપુરી રકમ શહીદોના પરિવારને પહોંચાડવામાં આવશે તેની ખાત્રી આપીએ છીએનું બેનર ઉપર લખવામાં આવ્યું છે. વ્યારા ખાતે વૃદ્ધ મુસ્લિમની કામગીરી કરી માનવતા મહેકાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો