તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યારા શ્રીરામ તળાવની પાણીની પરબ શોભાની બની

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર ખાતે આવેલ શ્રી રામ તળાવ નગરપાલિકા દ્વારા દેખરેખ કરી વિવિધ સુવિધાઓ પુરી પાડે છે. જેમાં થોડા સમય પહેલા જ નગર પાલિકા દ્વારા તળાવમાં આવતા સહેલાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તેની કાળજી રાખવા ના અભાવે પાણીની પરબ શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. પરબને પણ નળ ન હોવાના કારણે સહેલાણીઓ નાછૂટકે બહારથી પાણી લાવી પીવું પડે છે. જેના કારણે ભારે મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. ત્યારે વ્યારા નગરપાલિકાના સત્તાધીશો તાકીદે પરબની સુવિધા કાર્યરત કરે એવી માંગ ઉઠી છે.

વ્યારા નગરપાલિકા હસ્તક નગરની વચ્ચોવચ શ્રીરામ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તળાવમાં હરવા ફરવા માટે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવે છે. તેમજ સવાર-સાંજ નગરજનો વોકિંગ કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. શ્રીરામ તળાવની અંદર વિવિધ સુવિધાઓ પાલિકા દ્વારા ઉભી કરાઈ છે, જેમાં સહેલાણીઓ અને જોગિંગ માટે આવતા નગરજનો માટે પીવાના પાણીની માટે નવી પરબનો સહારો લેતા હતા. પરબમાં લગાવવામાં આવેલ પ્લાસ્ટિકના નળ કોઈક કારણસર તૂતી જવાને કારણે હાલ પરબ બિન ઉપયોગી બની છે. નાછૂટકે સહેલાણીઓ બહારથી પૈસ ખર્ચીને પીવાનું પાણી લાવું પડતા મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક નળને બદલે સ્ટીલના નળ લાગે જેથી તૂટી ન જાય અને બાગમાં આવતા લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવું આયોજન કરે એ જરૂરી છે.

શ્રીરામ તળાવની પરબના નળ તૂટેલી હાલતમાં હોવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...