તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા જિલ્લામાં 720 પોલીસ જવાનોનું પોસ્ટલ બેલેટથી મતદાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટસ ખાતે પોલીસ હેડક્વાર્ટસનાં અંદાજે 720 જેટલાં જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 17મી એ દેડીયાપાડા ખાતે પોલીસ, ગ્રામરક્ષક દળનાં જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરાયું છે.

નર્મદા જિલ્લામાં આગામી 23 મી એપ્રિલના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે મતદાનનાં દિવસે ચૂંટણી ફરજ પર રહેનારાં અધિકારીઓ કર્મચારીઓ પણ ચૂંટણીપંચની સૂચના મુજબ પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવી રહયું છે. રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ઉભા કરાયેલા ફેસિલિટેશન સેન્ટર ખાતે 720 જેટલાં જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.આ મતદાન પ્રક્રિયા માટે જિલ્લા વહિવટીતંત્રનાં ૨૫ અને પોલીસ વિભાગનાં ૧૦ જેટલાં અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ ઉપર તૈનાત કરાયાં હતાં. 17મી એ દેડીયાપાડા ખાતે પોલીસ, ગ્રામરક્ષક દળનાં જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...