તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેથાણ-કોથમડી હાઇ.માં મતદાર જાગૃતિ રેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંડીરોડ | માતૃશ્રી એમ.યુ.પટેલ સાર્વજનિક વિધાલય પેથાણ-કોથમડી હાઇસ્કૂલમાં મતદાર જાગૃતિ અને મતદાર કેળવણી અભિયાન અંતર્ગત લોકો લોકશાહીનાં ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાય અને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને મજબૂત અને જીવંત રાખે એ માટે શાળાના ઇનચાર્જ આચાર્યા મનિષાબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોના સહકારથી વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી. જેમાં રંગોળી તથા રોલ-પ્લે નાટયસ્વરૂપે રજૂ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત 1 કિ.મી.ના અંતર સુધી પદયાત્રા રેલી યોજવામાં આવી હતી. આ મતદાર જાગૃતિ પદયાત્રામાં શાળાના 70 વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...