તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલોડ વિજ્ઞાન કોલેજની GSની ચૂંટણીમાં અન્ય ઉમેદવારને મત આપનારા વિદ્યાર્થીને માર મરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલોડની કોલેજમાં ચૂંટણીમાં મત ન આપવા બાબતે સ્થાનિક આદિવાસી વિદ્યાર્થીને ઢોલધાપટ કરતાં મામલો બિચક્યો હતો.

વાલોડ સરકારી વિજ્ઞાન કોલેજમાં ગત વર્ષોમાં વિદ્યાર્થીઓને વહીવટ બાબતે થયેલ અન્યાય બાબતે વિદ્યાર્થીઓએ મોટી લડત લડવી પડી હોવાનો દાખલો હજી તાજો છે, જેના કારણે કોલેજના વહીવટ સામે પુરા ગુજરાતમાં વગોવાઈ હતી.જે બાદ હવે વાલોડની સરકારી વિજ્ઞાન કોલેજમાં જીએસની ચૂંટણીમાં મત ન આપવાની બાબતે ખાર રાખી જીગ્નેશ ચૌધરી કે જે સીઆર હોવાથી પોતાનો મત અન્ય ઉમેદવારને આપવા બાબતે કોલેજ ખાતે કિશોર, યશ, રાજુ, હાર્દિક, જિગ્નેશ નામના સુરતથી આવતા વિદ્યાર્થીઓએ જિગ્નેશ ચૌધરીને ઢોલધપાટ કરતા મામલો બિચક્યો હતો. માર ખાનાર જિગ્નેશ ચૌધરી સ્થાનિક આદિવાસી વિદ્યાર્થી હોવાથી આજુબાજુના વિસ્તારમાં વાત ફેલાતા કોલેજ પર સ્થાનિકો પણ કોલેજ પર આવી પહોંચતા મામલો ગંભીર બન્યો હતો.

આ અંગેની જાણ આચાર્ય દિવ્યેશ મિસ્ત્રીને થતા તાત્કાલિક વાલોડ પોલીસને ફોન કરતા સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી. આચાર્ય અને પોલીસની દરમ્યાનગીરીથી માફી પત્રક લખાવી હાલ મામલો રફેદફે કર્યો છે,કોલેજમાં સ્થાનિક અને બહારના વિદ્યાર્થીઓ એમ બે ગ્રુપમાં વિદ્યાર્થીઓ વહેંચાઈ જવાની દહેશત કોલેજના વિદ્યાર્થીગણમાં ચર્ચાઈ રહી છે. આ અંગે સંસ્થાનો પક્ષ જાણવા કોલેજના આચાર્ય દિવ્યેશ મિસ્ત્રીને ટેલિફોનિક પૂછપરછ કરતાં હાલમાં મામલો પૂરો થયો છે અને પોતે ડ્રાયવિંગ કરતા હોવાનું જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...