તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાલોડ - ડોલવણ તાલુકામાં વધતી બાઇક ચોરીથી લોકોમાં ગભરાટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લાના વાલોડ ડોલવણ તાલુકાના ગામોમાં ટુવ્હીલ બાઈક ચોરી કરતી તોળકી સક્રિય થઈ છે, ઠેરઠેર ચોરીના બનાવ બનતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.

શિયાળામાં જેમ જેમ ઠંડી ની શરૂઆતથઈ રહી છે. તેમ તેમ ચોરી કરતી તોળકી પણ ઠંડીની સિઝનમાં બિન્દાસ ચોરી કરવા માટે સક્રિય થઈ હોય એમ પ્રતિત થઇ રહયું છે. ચોરીના વધતા બનાવથી આ વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે. દિનપ્રતિદિન ચોરીના વધતા બનાવથી સ્થાનિક રહીશો ગભરાટનો માહોલ સર્જાયો છે.આ પંથકમાં ચોરીની ઘટનાની શાહી સુકાઈ નથી અને એના બીજી તરફ ચોરી કરતી તોળકી ફરીવખત પેલાડબુહારી ગામમાં આવી હતી. અને એક બાઈક ગત રોજ લઈને ભાગી નીકળ્યા હતા. જોકે ગાડીમાં પેટ્રોલ ન હોવાથી પુરુ થતાં ટુ વ્હીલ બાઈક પેશન પ્રો. GJ26D1101 આ બાઈક વાંકાનેર નજીક માગૅ માં છોડી જતાં આ મળી આવી હોવાનું જાણવા મળ્યુ છે.

તસ્કરોને યુનિકોર્ન બાઇકમાં વધુ રસ
પેલાડબુહારી ગાંગપુર ગામમાં થી ચોરી થયેલા બંનેવ બાઈક જે યુનિકોનૅ જ હતી. જે બાઈક ચોરી થઈ રહી છે જે બાઈક ચોરી બાદ હથુકા માં કિશોરભાઈ ડાહ્યાભાઈ પટેલની પણ યુનિકોનૅ બાઈક હતી. ફકત યુનિકોનૅ બાઈક ને ટાર્ગેટ બનાવતી તોળકી રાત્રીના સમયે સક્રિય થઈ ને પોતાનું મોટું વાહન માં બાઈક ઉચકીને ચોરવાની મોડસ ઓપરન્ડીથી કરી રહી છે.

પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી
વાલોડ પંથકમાં ચોરી ના બનાવમાં જેની બાઈક ચોરી થઈ રહી છે એ લોકો પોલીસ ઝંઝટમાં ન પડતા એફઆઈઆર કરવાનું તાળે છે ત્યારે પોલીસ અરજીના સ્વરૂપમાં ચોરીની ફરિયાદ ની તપાસ સઘન કરે એ પણ ખુબ જરૂરી છે.વાલોડ ડોલવણ તાલુકાના બોડૅર પરના ગામોમાં ચોર ચોરી કરી જતાં ફફડાટ ફેલાયો છે હથુકા પેલાડબુહારી, ગાંગપુર ગામમાંથી બાઈક ચોરી થયાની ફરીયાદ આપી છે.

ગોલણમાં વિધવાના 1 લાખ ચોરાયા હતા
તારીખ ૨.૧ ૨૦૧૯ના રોજ સવારે દશ વાગ્યાના સુમારે ગોલણના ખાખર ફળીયાના રહેતા ઈલાબેન જગદીશ ભાઈ કોકણી લિજજતમાં પૈકીગ વિભાગમાં કામ કરે છે. જેમણે પોતાના મકાન બનાવવા માટે જમા તમામ મુડી એમના કબાટમાં મુકી હતી. જેમાં રોકડ રકમ ચાંદીના સાંકડા બે જોડ,કડી, ચાંદીની બે ચેઈન સહિતના તસ્કરોએ કબાટમાંથી ચોરી ગયા હતા. દાદા શેરડીના ખેતરોમાં સાફ સફાઈ કરવા ગયા હતા, જયારે એમની દિકરી હેતલ કોલેજમાં અભ્યાસ કરવા માટે ગઈ હતી. બંધ ઘરમાંથી સાડા દશ અગિયાર વાગ્યેના સુમારે ચોરી કરતાં મકાન બનાવવા માટે બચાવેલી તમામ જમાપુજી લઈ ગયા હતા .જે બાબતે પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...