• Gujarati News
  • National
  • Rajpipla News Visitors Who Have Seen The Statue Of Unity In Kevadia Will Now Have Toll Tax 070609

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતાં પ્રવાસીઓએ હવે ટોલ ટેક્સ ભરવો પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે વાહનચાલકોએ હવે ટોલ ટેકસ પણ ભરવો પડશે. ભાદરવા ગામ નજીક આગામી 6 મહિનામાં ટોલ પ્લાઝા કાર્યરત કરી દેવામાં આવશે. ટોલ પ્લાઝા પર કાર ના 105, બસ અને ટ્રક ના 205 અને હેવી વાહનો 260 રૂપિયા સુધીના ટોલના દર નકકી કરવામાં આવે તેવી શકયતા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ 380 અને 1,000 રૂપિયાની ટીકીટ ખરીદતા હોય છે અને હવે તેમના માથે ટોલનું વધારાનું ભારણ આવશે.

ડભોઇથી ગરુડેશ્વર અને ગરુડેશ્વરથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ફોરલેન રસ્તો બનાવ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વરથી ગરુડેશ્વર થઇ કેવડિયા સુધીના નવા રસ્તાનું નિર્માણ કરાયું છે. રસ્તાઓ બની ગયા બાદ હવે સરકારે ટોલ વસુલવાની કવાયત હાથ ધરી છે. બંને રસ્તાઓ પાછળ અંદાજીત 450 કરોડનો ખર્ચ થયો છે. ડભોઇ અને ગરૂડેશ્વર વચ્ચે ભાદરવા ગામ પાસે ટોલ પ્લાઝા બની રહયું છે. આવું જ ટોલ પ્લાઝા અંકલેશ્વર - કેવડીયા રોડ પર પણ બનાવવામાં આવે તેવી સંભાવના છે. અમદાવાદ અને વડોદરા તરફથી આવતાં વાહનચાલકોએ હવે ભાદરવા ખાતે ટોલ ભરવાનો રહેશે.

બીજી બાજુ મહારાષ્ટ્ર થી વાયા બોડેલી થઇ મધ્યપ્રદેશ જતાં વાહનો ને પણ આ ટોલ પ્લાઝા માં ટેક્સ ભરીને જવું પડશે. લ પ્લાઝા પર કાર ના 105, બસ અને ટ્રક ના 205 અને હેવી વાહનો 260 રૂપિયા સુધીના ટોલના દર નકકી કરવામાં આવે તેવી શકયતા છે. ભાદરવા ટોલ પ્લાઝા પરથી નર્મદા જિલ્લાના વાહનોને મુકિત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

મુલદ ટોલપ્લાઝા પર સ્થાનિકોને છુટ અપાઇ છે
ભરૂચની નર્મદા નદી પર કેબલ સ્ટેઇડ બ્રિજ બન્યાં બાદ મુલદ ખાતે ટોલ પ્લાઝા બનાવીને ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી છે. જન આંદોલન બાદ ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવી છે. આગામી દિવસોમાં અંકલેશ્વરથી કેવડીયાના ફોરલેન રોડ પર નવું ટોલ નાકુ ઉભું કરવામાં આવશે.

ડભોઇથી ગરૂડેશ્વર માર્ગ પર ભાદરવા ગામ નજીક ટોલ પ્લાઝાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પ્રવિણ પટવારી

અન્ય સમાચારો પણ છે...