ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્ર ડેમની મુલાકાતે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતતીય ચૂંટણીપંચ કમિશ્નર સુશીલ ચંદ્ર શનિવારે કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાતમાં ચૂંટણીપંચના કમિશનરના ધર્મપત્નિ તેમજ ગુજરાતના સીઈઓ એસ. મુરલી ક્રિષ્ના પણ સાથે જોડાયાં હતાં.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચેલા સુશીલ ચંદ્રાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદારની 182 મીટરની પ્રતિમા નિહાળી ભાવવંદના કરી હતી. ત્યારબાદ 45 માળની ઉંચાઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઈંગ ગેલેરીમાંથી નર્મદા ડેમનો નજારો નિહાળ્યો હતો. તદઉપરાંત સાતપુડાની ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-પ્રદર્શન-લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ અને મેપિંગ પ્રોજેક્શન-લેઝર શો પણ રસપૂર્વક નિહાળ્યો હતો.

ભારતના ચૂંટણીપંચના કમિશનર સુશીલ ચંદ્રની આ મુલાકાત દરમિયાન ઈન્ચાર્જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી ડો. જીન્સી વિલિયમ, રાજ્ય ચૂંટણી આયોગના અધિક કલેક્ટર એન.ડી.પરમાર તથા લાયઝન અધિકારી અને નર્મદા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી એ.આઈ.હળપતિ તથા તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના કાર્યપાલક ઈજનેર એ.વી. ગજ્જરે પણ આ મુલાકાતમાં સાથે જોડાઇને જે તે સ્થળ પર તકનીકી વિગતોની જાણકારી આપી હતી. ભારતના ચૂંટણી કમિશનરને જરૂરી વિગતોથી વાકેફ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...