તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર ખાતે ત્રણ દિવસીય ઇન્ડસ્ટ્રિયલ એક્સ્પોમાં 50 હજાર વિઝિટરોની મુલાકાત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વર ખાતે આયોજીત ત્રીદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોમાં 50 હજાર વધુ વિઝીટરોએ મુલાકાત લીધી. અંતિમ દિવસે 21 હજારથી વધુ લોકો એક્ષ્પોમાં રજીસ્ટેશન કરાવી ભાગ લીધો હતો. ગત રાત્રીના એક્ષ્પોમાં યોજાયેલ લોકડાયરામાં પણ લોકો ઉમટ્યા હતા. અંતિમ દિવસે ઇનામ આપી સ્ટોલધારકો અને સ્થાનિક ઉદ્યોગકારોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી સ્થતિ ડી. એ. આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ત્રણ દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો 2020ની પુર્ણાહુતી યોજવામાં આવી હતી. જેના પુર્ણાહુતી સમારંભમાં લ્યુપિન લિમિટેડના ડી. એમ. ગાંધી, એમએસએમઈ મિનિસ્ટ્રીના બ્રાન્ચ મેનેજર કુલદીપ સિંગ, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, નોટિફાઇડ એરિયાના ચેરમેન અશોક ચોવટીયા એઆઈએના ઉપપ્રમુખ જશું ચૌધરી, સેક્રેટરી રમેશ ગાબાણી, એકસપોના ચેરમેન પ્રવીણ તેરૈયા, બિઝનેશ પ્રમોશન કમિટી ચેરમેન ધર્મેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રિયલ એકસ્પોમાં 300થી વધુ ઉદ્યોગગૃહોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. પુર્ણાહુતીપ્રસંગે વિવિધ કેટેગરીના શ્રેષ્ઠ 24 સ્ટોલ ધારકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સ્વર્ગસ્થ ડી એ આનંદપુરા ટ્રોફી અંતર્ગત અંકલેશ્વરના સ્થાનિક ઉદ્યોગ સંકુલો પૈકી એકસપોર્ટ-ઈમ્પોર્ટ તેમજ વિવિધ કેટેગરીમાં 13 જેટલા શ્રેષ્ઠ દેખાવ કરનાર ઉદ્યોગગૃહોના ઉદ્યોગકારોને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પૂર્વે રાત્રીના લોકડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં જાણીતા લોકડાયરા કલાકાર રસ્મિતા રબારી અને મિલન તલાવીયાએ ડાયરાની રમઝટ બોલાવી મોડી રાત સુધી ડાયરા રસિકોને જકડી રાખ્યા હતા.

ઇન્ડસ્ટ્રિયલ એક્સ્પો એક્સ્પોનe પુર્ણાહુતી પ્રસંગે યોજાયેલ એવોર્ડ વિતરણ સમારંભમાં એવોર્ડ સ્વીકારતા ઉદ્યોગકારો નજરે પડે છે. હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો