તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉમરા ગામે બ્લાસ્ટિંગનો ડેમો કરી ગ્રામજનોને સમજાવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા અનવાલ સ્ટેટ હાઇવે પે ઉમરા ખાતે અંબિકા નદી પરના લોલેવલ પુલની જગ્યાએ નવા પૂલની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં નદીના તટમાં રહેલા પથ્થરો તાડવા માટે બ્લાસ્ટિંગ કરાતા ગ્રામજનો મધર ઈન્ડિયા ડેમને નુકસાન થવાના ભયથી બ્લાસ્ટિંગનો વિરોધ કરતાં હતા. જેને લઈને મંગળવારના રોજ બાંધકામ વિભાગના ઇજનેર અને કોન્ટ્રાક્ટરે ગ્રામ જનોને સમજાવીને બ્લાસ્ટિંગ કરી ડેમો બતાવ્યો હતો.

ઉમરા ખાતે અંબિકા નદી પર આવેલ મધર ઈન્ડિયા ડેમ નજીક બની રહેલ પૂલની કામ ગીરી ભૂતકાળમાં કોન્ટ્રાકટર દ્વારા બ્લાસ્ટિંગ કરાતા ગ્રામ જનોએ બે વખત અટકાવી દીધી હતી, અને બ્લાસ્ટિંગ ન કરવાની શરતે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉમરા ગામના રહીશોને ડર હતો કે બ્લાસ્ટિંગ થશે તો ડેમને નુકશાન થસે અને આ વિસ્તારની ખેતી માટે સીંચાઈનું પાણી મોટે ભાગે આ ડેમના લીધે પૂરું પડે છે તેવા સંજોગોમાં જો આ ડેમને નુકશાન થાય અને ડેમ તૂટી જાય તો ખેડૂતો તથા પશુ પાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે એવો ભય ગ્રામજનોને રહેતો હતો. જેથી પુલના બાંધકામ કરવા માટે ખાડા ખોદવા માટે થતી બ્લાસ્ટિંગની કામગીરી અટકાવી દીધી હતી પરંતુ બાંધકામ વિભાગના અધિકારીઓએ ઉમરા ગામે મિટિંગ યોજી ગ્રામજનોને માર્ગદર્શન આપી સમજાવ્યું હતું કે તમે એકવાર બ્લાસ્ટિંગનો ડેમો જોઈ લો ડેમને કોઈ નુકશાન થશે નહી બ્લાસ્ટિંગ ન થવાથી કામગીરી ખૂબ ધીમી ગતિથી થઈ રહી છે, અને અંતે આજે ગ્રામજનોએ ડેમો જોવા તૈયાર થયા હતા અને બ્લાસ્ટિંગનો ડેમો કરતાં ડેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું જેથી હવે ગ્રામજનો કદાચ બ્લાસ્ટિંગનો વિરોધ ન કરે એવું મનાઈ રહ્યું છે.

બ્લાસ્ટિંગ અંગે અધિકારીઓએ ગ્રામજનોને સમજાવતાં વિરોધ નહીં થવાની આશા જાગી છે.

ગ્રામજનો બે દિવસમાં ચર્ચા કરી જવાબ આપશે
ઉમરા ખાતે બ્લાસ્ટિંગ અટકાવવા બાબતે અમે ઉમરાના સરપંચ તથા આગેવાનોને સાથે રાખી સમજાવતા બ્લાસ્ટિંગનો ડેમો જોવા માટે તૈયાર થયા હતા અને ડેમને નુકસાન ન થવાથી ગ્રામજનો ચર્ચા કરી બે દિવસમાં જવાબ આપવાની વાત કરી છે બ્લાસ્ટિંગ ન કરવા દેવાના લીધે જ પૂલના નવીનીકરણની કામગીરી મંથર ગતિ એ ચાલે છે. પી.આર.ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર, સ્ટેટ આર એન્ડ બી

અન્ય સમાચારો પણ છે...