તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાટગઢમાં બંધ ઘરમાંથી ચોરી કરીને પલાયન થયા ગ્રામજનોએ શોધખોળ કરી હાઇવે પરથી ઝડપી લીધા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારાના કાટગઢ ખાતે રહેતો પરિવાર ઘર બંધ કરી ચર્ચમાં ગયા હતા, ત્યારે કામકાજની શોધમાં નીકળેલુ પરિવાર ઘર બંધ જોઇ પાછળના ભાગે ઘુસી ગયો હતો. અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના, મોબાઇલ મળી 12,000 નો મુદામાલની ચોરી કરી ભાગી ગયા હતા.બાદમાં પરિવાર ઘરે આવ્યા બાદ ચોરી થઇ હોવાની જાણ થતાં ગ્રામજનોએ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરતા નેશનલ હાઇવે પરથી ગ્રામલોકોએ એક પરિવારના પતિ, પત્ની અને દિયરને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા.

વ્યારા તાલુકાના કાટગઢ ગામના આમલી ફળીયામાં રહેતા સુજીતભાઈ લાલજીભાઈ ગામીત તેમના પરિવારના સભ્યો સાથે રહી ખેતીકામ કરી જીવન ગુજારે છે. રવિવારે પાસેના ચર્ચમાં પ્રાર્થના કરવા ગયા હતા. જે દરમિયાન તેમના ઘરના પાછળના ભાગે દરવાજાની સ્ટોપર તોડી ચોર ઘરમાં ઘુસ્યા હતાં.

કબાટનું લોક તોડી અંદરથી સોનાની બુટ્ટી, સોનાની વીંટી, ચાંદીના સાંકળા, ચાંદીનું મંગળસૂત્ર તેમજ એક સેમસંગ કંપનીનો ફોન મળી કુલ્લે રૂપિયા 12,000 મત્તાની ચોરી કરી ભાગી ગયા હતાં. પરિવારજનો પરત ઘરે આવી જોતા પાછળનો દરવાજો ખુલ્લો અને સરસામાન અસ્ત વ્યસ્ત પડ્યો હતો. ઘરના કબાટમાં તપાસ કરતા સોના, ચાંદીના ઘરેણા સહિત મોબાઈલ ફોન ચોરી થઈ ગઇ હતી. બનાવની જાણ લોકોને થતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, ગામના એક વ્યક્તિએ એક મહિલા સહિત ત્રણ જણાને શંકાસ્પદ હાલતમાં ભાગતા નજરે જોયા હોવાનું જણાવ્યું હતું, તેમને સાથે રાખી ગ્રામજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન પી.પી.સવાણી સ્કુલની સામે નેશનલ હાઇવે નંબર 53 પર ત્રણેય જણા નજરે પડતા તેમને પકડી પાડ્યાં હતા. તપાસ કરતા તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો, ગ્રામજનોએ ત્રણેય જણાને કાકરાપાર પોલીસના હવાલે કર્યા હતા.

ત્રણય ચોર એક જ પરિવારના
પાલનપુરના રેલ્વે સ્ટેશન પર રહેતા વીરસિંગ હિમ્મતસિંગ ચૌહાણ, અજયસિંગ હિમ્મતસિંગ ચૌહાણ અને સોનીબેન વીરસિંગ ચૌહાણ રવિવારે વ્યારાના કાટગઢ ગામે કામકાજની શોધમાં ફરતા હતા. એક બંધ ઘર જોઇ પરિવારના ત્રણ ઈસમો ચોરી કરવા ઘુસી ગયા હતા. જેમાં પકડાય ગયા છે.

ત્રણેયે પ્રથમ વાર ચોરી કરી હોવાનું રટણ ?
ચોરી કરતા પકડાયેલા ત્રણ વ્યક્તિઓ આ વિસ્તારમાં કામકાજ શોધવા માટે આવેલા હતા અને બંધ ઘર જોઈ ચોરી કરી હતી. જોકે, હાલ આરોપી ઓ દ્વારા પ્રથમ ચોરી કરી હોવાનું જણાવ્યું છે. વધુ તપાસ ચાલી રહી છે. જે બાદ હકીકત બહાર આવશે. પી. બી. પટેલીયા, પોસઈ, કાકરાપાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો