તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોનગઢમાં ગાંધી જયંતી નિમિત્તે ગ્રામ જીવન પદયાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | ગુજરાત વિદ્યાપીઠ સાદરા કેમ્પસના વિદ્યાર્થીઓ સોનગઢ તાલુકાના 20 ગામોમાં પૂજ્ય ગાંધીબાપુની જન્મ જયંતી નિમિત્તે ગ્રામ જીવન પદયાત્રા તારીખ: 23/09/2019 થી 27/09/2019 યોજાઈ હતી. જેમાં સવારે પ્રભાતફેરી લોક સંપર્ક દ્વારા ગામના ઘરમાં બન્ને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવી, શાળામાં વ્યસન મુક્તિ પોસ્ટર પ્રદર્શન, કન્યા કેળવણી, સ્વચ્છતા, પેસા એક્ટ જેવા લોક જાગૃતિના નાટકો અને રાત્રે ગ્રામજનો સમક્ષ નાટકો રજુ કર્યા હતા. રાત્રિરોકાણ પ્રાથમિક શાળામાં કર્યું હતું.ગામોનું સંકલન જેતસીભાઈ ગ્રામશિલ્પીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...