આચારસંહિતાના ચુસ્ત અમલ માટે ચૂંટણી તંત્રની તકેદારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૩મી એપ્રિલે યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન ભારતીય ચૂંટણી પંચની સુચના મુજબ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં પુરી થાય તે હેતુ ચૂંટણી તંત્ર દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે સઘન પગલા લેવામાં આવ્યા છે. આ બેઠકના ચૂંટણી અધિકારી અને તાપી કલેકટર આર.એસ.નિનામા દ્વારા ૨૩-બારડોલી સંસદીય બેઠકની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આગોતરૂ આયોજન હાથ ધરાયું છે. જે અન્વયે તમામ મતદાન મથકોમાં ચૂંટણીપંચના નિર્દેશ મુજબ મતદારોને કોઇ અગવડ ન પડે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુનિશ્ચિત ન્યુનતમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. રોકડ તથા મતદારોને પ્રભાવિત કરે તેવી વસ્તુઓની હેરાફેરી પર વિશેષ ધ્યાન આપી તાપી જિલ્લાની સરહદો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તાપી જિલ્લો મહારાષ્ટ્ર રાજયને અડીને આવેલ હોઇ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સતર્કતાથી ચેકિંગ કામગીરી વધુ તેજ બનાવી દેવાઇ છે.