તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપી GIDCમાં વાહનો રસ્તા પર પાર્ક કરાતાં અકસ્માતના બનાવો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી જીઆઇડીસી સેકન્ડ ફેઇઝ સ્થિત ક્રિએટિવ કંપની આગળના રોડ પર વાહનો પાર્ક કરવામાં આવે છે. રસ્તા પર વાહનો પાર્ક કરતાં અહી વાર વાર અકસ્માતના બનાવો બની રહ્યાં છે. ગુરૂવારે પણ અકસ્માત થતાં દોડધામ મચી ગઇ હતી. જેથી વાપી જીઆઇડીસી પોલીસ અને નોટિફાઇડ વિભાગ સંયુકતે રીતે માર્ગ પર વાહનો પાર્ક થતાં અટકાવે તેવી માગ ઉઠી રહી છે. જેથી અકસ્માતો અટકી શકે તેમ છે.

વાપી જીઆઇડીસી વિસ્તારમાં હજુ વન વે અને ઓડી વનનો અમલ શરૂ થયો હોય એવુ લાગતુ નથી. કારણ કે હજુ પણ જીઆઇડીસીના માર્ગ પર આડેધડ વાહનો પાર્ક કરવામાં આવી રહી રહ્યાં છે. જીઆઇડીસી સ્થિત સેકન્ડ ફેઇઝ ક્રિએટિવ કંપની આગ‌ળ વારંવારસ એક્સીડન્ટ થાય છે . કારણ કે માર્ગના બંને છેડે પર વાહનો પાર્ક કરવામાં આવે છે. જેના કારણે અકસ્માતના બનાવો બની રહ્યાં છે. ગુરૂવારે સવારે પણ આ સ્થળ પર અકસ્માત થયો હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતાં. આ સ્થળ પર અકસ્માતો અટકાવવા ખુબ જરૂરી છે. સ્થાનિકોના જણાવ્યાં મુજબ ટેકસટાઇલ પાસે બને બાજુ રસ્તા પર ગાડીઓની લાંબી કતાર લગાવેલી હોય છે.જેથી અવર નવર નાના મોટા અકસ્માત થતાં હોય છે .પોલીસ રસ્તા પર પાર્કિંગ કરવામાં આવતી ગાડીઓને ખસેડે તે જરૂરી છે. નહિતર કઇ દિવસ મોટો અકસ્માત થવાથી નિર્દોષનો ભોગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો