તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાપીમાં વાહનોને ટક્કર મારનાર ચાલકની ધોલાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

વાપી ગીતાનગરમાં બુલેટ, રિક્ષાને ટક્કર મારી ફરાર થનારા ટેમ્પોચાલકનો પીછો કરી પેટ્રોલ પમ્પ પર અટકાવી 6થી વધુ લોકોએ તેને ઢોર માર માર્યો હતો. જે બાદ પોલીસ ઘટનાસ્થળ દોડી આવી હતી. જોકે ચાલકે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવા ના પાડી દીધી હતી.

વાપી ગીતાનગરમાં હોળીના પર્વે એક ટેમ્પોચાલક દારૂ પીધેલી હાલતમાં પૂરઝડપે વાહન હંકારતા કોળીવાડ અને ટાંકીફળિયામાં એક બુલેટ, એક રિક્ષાને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. જ્યારે રસ્તે ચાલતા કેટલાક માણસો ટેમ્પોની ચપેટમાં આવતા બચ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ ટેમ્પોચાલકને ગીતાનગરના ઝોરાસ્ટ્રીયન પેટ્રોલ પમ્પની સામે અટકાવી ઢોર માર માર્યો હતો. ચાલક બેભાન થઇ જતા તમામ ત્યાંથી નાસી ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરતા ગીતાનગર પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. જે બાદ ઇજાગ્રસ્ત સારવાર માટે ચલા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં નિવેદન લેવા ગયેલી પોલીસને ચાલકે કોઇ પણ પ્રકારની ફરિયાદ કરવા ના પાડી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો