તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં ચૂંટણી પહેલા વિવિધ પોઇન્ટ પર વાહન ચેકિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણી સંદર્ભે અંકલેશ્વર ખાતે એસએસટી અને પોલીસની ટીમોએ વાહન ચેકીંગ હાથ ધર્યું છે. ચૂંટણી સમયે નાણા તથા દારૂની રેલમછેલ અટકાવવા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ તમામ 7 વિધાનસભામાં આચારસંહિતાનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. ઉમેદવારીપત્રો ભરાઇ ગયાં બાદ હવે ઉમેદવારો પ્રચારમાં લાગી ગયાં છે. મતદારોને રીઝવવા માટે દારૂ તથા નાણાની રેલમછેલ અટકાવવા માટે દરેક વિધાનસભામાં ફલાઇંગ સ્કવોડ તથા પોલીસની ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. અંકલેશ્વર SST ટીમના અધિકારી અશ્વિન ચાવડાની દેખરેખ હેઠળ અંકલેશ્વર પોલીસની ટીમ સાથે જુના નેશનલ હાઇવે પર એસ એ મોટર્સ પાસે વાહનોનું ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી.

અન્ય સમાચારો પણ છે...